શાહરૂખ ખાનનો પુત્ર અબરામ પોતાના દાદા સિવાય ક્યાં બોલિવૂડ સ્ટારને કહે છે ‘દાદા’

SRk Abram_Tv9

SRK ‘s Son with Amitabh

શાહરૂખ ખાનનો પુત્ર અબરામ પોતાના પિતાની જેમ હવે બૉલિવૂડ પાર્ટીઓમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. તાજેતરમાં બચ્ચન પરિવારે આરાધ્યા બચ્ચનની 7મી બર્થ ડેની શાનદાર પાર્ટી આયોજિત કરી હતી. જેમાં અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અને અબરામનો ફોટો શેર કરી છે.

આ ફોટો શેર કરતાં અમિતાભ બચ્ચને લખ્યું કે, શાહરૂખનો નાનો દીકરો અબરામ હવે મોટો થયો છે. જેને એવું લાગે છે કે હું તેના ‘દાદા’ છું. એટલું જ નહીં અબરામને તો એ વાતની પણ ચિંતા છે કે શાહરૂખના પિતા તેમની સાથે કેમ નથી રહેતા !!!

https://www.instagram.com/p/BqUBrUJBc8Q/?utm_campaign=fullarticle&utm_medium=referral&utm_source=inshorts

જો કે આ ઘટનાની શરૂઆત આરાધ્યાના છઠ્ઠા જન્મ દિવસ બર્થ ડેથી થઇ છે. ત્યારે બિગબીએ અબરામનો એક ક્યૂટ ફોટો શેર કર્યો હતો. જેના પર શાહરૂખે જવાબ આપ્યો હતો કે, થેંક્યૂ સર, આ એવી પલ છે જે અબરામ માટે હંમેશા યાદગાર બની રહેશે. જો કે હું તમને જણાવું કે, અબરામ જ્યારે પણ તમને ટીવી પર જુએ છે તો તેને એવું લાગે છે કે તમે મારા પપ્પા છો.

અમિતાાભ બચ્ચન અને શાહરૂખ ખાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં પણ ‘કભી ખુશી કભી ગમ’ અને ‘વીર-ઝારા’માં બિગબી શાહરૂખના પિતાનો રોલ પ્લે કરી ચૂક્યા છે. કદાચ તે કારણોથી અબરામને એવું લાગી રહ્યું છે કે બિગ બી તેના પિતા શાહરૂખના પિતા છે. જો કે હવે જોવાનું રહેશે કે ફરી વખત ક્યારે ફિલ્મ મેકર કિંગ ખાન અને બિગ બીને એક સાથે કાસ્ટ કરે છે.

FB Comments

TV9 Web Desk6

Read Previous

સોનાલી, ઈરફાન બાદ આ દિગ્ગજ અભિનેત્રીને ત્રીજા સ્ટેજનું કેન્સર, સોશિયલ મીડિયા પર આપી જાણકારી!

Read Next

બદલાઇ ગઈ કિલોગ્રામની વ્યાખ્યા જ, જાણો તમારા જીવન પર શું થશે અસર

WhatsApp પર સમાચાર