તમને પણ વિચાર કરતાં મુકી દેશે ધો-10 નો વિદ્યાર્થી, કાપલીના બદલે નવી ટેક્નોલોજી સાથે કરી રહ્યો હતો ચોરી

ટેકનોલોજીના જમાનામાં વિદ્યાર્થીઓ પણ તેનો ઉપયોગ કરતાં થયા છે. પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓ ચોરી કરવાની વાતો ઘણી વખત સામે આવતી રહેતી હોય છે. પરંતુ નવા યુગમાં ચોરીની કુટેવ ધરવાતાં લોકો પાસ થવા માટે કોઇને કોઇ નવી રીત શોધી જ કાઢે છે. હાલમાં વલસાડના વાપીની એક સ્કુલમાં આ પ્રકારની જ ઘટના બની છે.

શનિવારે વાપીની એક સ્કુલમાં ધો.10નો એક વિદ્યાર્થી સ્માર્ટ વોચ સાથ ઝડપાયો છે. વિદ્યાર્થી પોતાની વોચમાં માત્ર પેપર જ નહીં પરંતુ વિજ્ઞાાન અને ટેકનોલોજી વિષયની આખી ગાઈડ સ્માર્ટ વૉચમાં તૈયાર કરી હતી.

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી RGF સ્કૂલમાં પણ પરીક્ષા કેન્દ્ર આપેલુ છે. આ સ્કૂલમાં પરીક્ષા શરૂ થયાની થોડીક મિનિટો બાદ એક વિદ્યાર્થી તેની વૉચને વારંવાર ટચ કરતો હોવાનું ખંડ નિરીક્ષકને દેખાતા આ વિદ્યાર્થીને સ્થળ પર ઊભો કરવામાં આવ્યો હતો. બાદમાં સ્થળ સંચાલકને બોલાવી તેની સ્માર્ટ વૉચ તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણીની તૈયારી કોંગ્રેસ કરશે ગુજરાતથી, 12 માર્ચે 58 વર્ષ બાદ CWCની બેઠક ગુજરાતમાં

જોકે સ્માર્ટ વૉચ તપાસ કરતી વખતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના એક પછી એક પ્રકરણ તેમાં ખુલવા લાગ્યાં હતા. આમ વલસાડ ડીઈઓના જણાવ્યાં પ્રમાણે, સ્માર્ટ વૉચમાં વિજ્ઞાાન વિષયની આખી ગાઈડ વિદ્યાર્થીએ સામેલ કરી હતી. આ ગેરરીતિ અંગેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને શિક્ષણ બોર્ડમાં પણ જાણ કરાઈ છે.

અત્રે નોંધનીય છે કે, અત્યારે આ વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવામાં આવશે. પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડમાં બોલાવી તેની તપાસ હાથ ધરાશે જેમાં ગેરરીતિ સાબિત થશે તો વિદ્યાર્થીને આગામી બે વર્ષ સુધી પરીક્ષા આપવા નહીં મળે.

Ahmedabad: This youth to serve tea for free if Rahul Gandhi gets elected as PM- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

બંધ થઈ રહી છે GOOGLEની આ સર્વિસ, તમારાં ફોટો અને વીડિયો તાત્કાલિકથી SAVE કરી લો

Read Next

ખુશખબર! હવે તમે મુવી થિયેટરની જેમ ટ્રેનની ખાલી સીટ જોઈ શકશો અને TTE પાસે સીટ પણ માંગી શકશો

WhatsApp chat