• April 20, 2019

સાવધાન ! 5 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠપ્પ થઇ શકે છે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, 24 લાખથી વધુ યાત્રીઓને ખાવી પડી શકે છે દર-દરની ઠોકરો

ST workers threaten to go on strike

ST workers threaten to go on strike

જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ કે તો આ સમાચાર તમારા માટે છેઆગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસો નહીં દોડે. સાતમા પગાર પંચ સહિત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં એસટી કર્મચારીઓએ 5મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી છેજો તેમની માંગણીઓ સરકાર નહીં સ્વીકારે તો બસો રોડ પર નહીં દોડે અને લાખો મુસાફરો રઝળી પડશે.

7માં પગારપંચનો અમલ કરાવવા માટે એસટી કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. વાહનવ્યવહાર મંત્રાલય અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો બાદ આ માંગણીના ઉકેલ અને અમલવારીની ખાતરી આપવા છતાં માંગણી સંતોષવામાં નહીં આવતા એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ હાથ મિલાવી સરકાર સામે બાયો ચઢાવી છે અને જો હવે  7માં પગારપંચનો અમલ કરવામાં નહીં આવે તો 5મી ફેબ્રુઆરીથી સરકાર વિરુદ્ધનું આંદોલન પુનઃજીવિત કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે.

 

જુઓ VIDEO : 

એસટી કર્મચારીઓની 9 માંગણીઓ 

૧) ૭માં પગાર પંચનો તાત્કાલીક અમલ કરી નિગમના કર્મચારીઓને તેનો લાભ આપવો.

૨) ફિક્સપગારના કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબના તમામ નાણાંકિય લાભો તેમજ અન્ય સવલતો આપવી.

૩) વર્ષ ૨૦૧૧ પહેલાના અંદાજીત ૧000 જેટલા આશ્રિતો છે. જ્યારે નિગમમાં પટાવાળા,વોચમેનની ભરતી થતી નથી, ત્યારે આવા બાકી રહી ગયેલ આશ્રિતોને સત્વરે નિગમમાં નોકરી આપવી અથવા સરકારના ધારાધોરણ મુજબ આર્થિક પેકેજનો લાભ આપવો.

૪) નિગમમાં હાલ માન્ય સંગઠનો સાથે થયેલ લેબર સેટલમેન્ટ મુજબ જી.એસ.ઓ,પરિપત્રો, શિસ્ત અને દાદના નિયમો અમલમાં છે તેમાં સુધારા-વધારા કરવા માટે હાલમાં જે કાર્યવાહી નિગમ દ્વારા કરવામાં આવી રહેલ છે તે રદ કરવી.

૫) બદલી અંગેનો પરિપત્ર નં. ૨૦૭૭ રદ કરવો.

૬) હાલમાં વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓની કોઈપણ કારણો વગર આંતરવિભાગીય -બદલીના હુકમો કરવામાં આવેલ છે. જ્યારે આવી બાબતોએ માન્ય સંગઠન દ્વારા રજુઆત કરેલ છે સાચી, ન્યાયી રજુઆતોને પણ ધ્યાને લેવામાં આવતી નથી, જેથી આવી કરવામાં આવેલતમામ બદલીઓ રદ કરી આ કર્મચારીઓને પરત મુળ જગ્યા ઉપર મુકવા.

૭) ખાનગી વાહનો ભાડે લેવાની પધ્ધતિ નિગમ માટે નુકસાન કરતાં હોય, અને તેના કારણે એસ.ટી.નિગમની ખોટ સતત વધતી જતી હોય આ નીતિ તાત્કાલીક અસરથી રદ કરવી.

૮) તા. ૨૦-૮-૨૦૧૭ ના રોજ વાહનવ્યવહારમંત્રીની હાજરીમાં ચર્ચા અને રજુઆત થયા મુજબ જેકર્મચારીઓ સામે વહીવટે કેસો કરેલા છે, તે સત્વરે પરત ખેંચવા તેમજ સીટી સિવિલ કોર્ટમાંજે દાવાઓ કરવામાં આવેલ છે તે પણ પરત ખેંચવા અને પરત ન ખેંચાય ત્યાં સુધી કોઈખાતાકિય કાર્યવાહી કરવી નહીં.

૯) આ સિવાયના તમામ પડતર પ્રશ્નોના નિકાલ માટે એક કમીટીની રચના કરવી અને તેમાંસત્વરે હકારાત્મક નિર્ણય સાથે તે પ્રશ્નોનો ન્યાયિક નિકાલ લાવવો.

જો કે નિગમના અધિકારીઓ કહે છે કે કર્મચારી યુનિયનો દ્વારા એલાન આપવામાં આવ્યું  છે પરંતુ કર્મચારીઓ સાથે સુખદ અને શાંતિપૂર્ણ માહોલમાં વાટાઘાટો દ્વારા આ મામલાને થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે અને હડતાલ ન થાય તેવા પ્રયત્નો કરાશે.

 

[yop_poll id=985]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Person who slapped Hardik Patel yesterday, arrested after being discharged from hospital- Tv9

FB Comments

Hits: 9575

yunus.gazi

Read Previous

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અનુભવાયા એક જ દિવસમાં ભૂકંપના 8 આંચકા, બાળકો ગભરાઈને નીકળ્યા સ્કૂલની બહાર, જુઓ VIDEO

Read Next

કેન્દ્ર સરકારની ખેડૂતોને 6000 રૂપિયા આપવાની યોજના પર હાયતોબા મચાવનારું વિપક્ષ ખુદ પહેલેથી જ ચલાવી રહ્યું છે ઘણાં રાજ્યોમાં આવી યોજનાઓ, જાણો કયા રાજ્યમાં કઈ સરકાર કેટલા પૈસા આપી રહી છે

WhatsApp chat