જો તમે WhatsApp યૂઝર્સ છો, તો એક ધમાકેદાર IDEA બદલી નાખશે આપની દુનિયા, મળશે પૂરા 35,60,000 રૂપિયા

સોશિયલ નેટવર્કિંગ એપ WhatsApp હવે માત્ર એક મૅસેંજર તરીકે જ ઉપયોગ નહીં થતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી વૉટ્સએપ્ની ભૂમિકા મૅસેંજર કરતા ઘણી મહત્વની થઈ ચુકી છે.

વૉટ્સએપ ગ્રુપ વડે એક તરફ લોકો વચ્ચે લોકલ સોશિયલ નેટવર્કને મજબૂત પ્લેટફૉર્મ મળ્યું છે, તો બીજી બાજુ તાજેતરમાં જ લૉંચ થયેલી વૉટ્સએપ બિઝનેસ એપ્લિકેશને ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ્સ સામે બિઝનેસ માટે નવી અને મોટી તકો પણ ઊભી કરી દિધી છે.

આ બધા બાદ હવે વૉટ્સએપ એક એવી કૉમ્પીટિશન લઈને આવ્યું છે કે જેમાં લોકો 1 કરોડ 80 લાખ રૂપિયા સુધીનું ઈનામ જીતી શકાય છે. આ પ્રતિયોગિતાનું નામ છે ‘Startup India WhatsApp Grand Challenge’.

5 વિજેતાઓને મળશે 35.6 લાખ રૂપિયા

વૉટ્સએપે ભારતમાં સ્ટાર્ટઅપ ઇંડિયા વૉટ્સએપ ગ્રાંડ ચૅલેંજ લૉંચ કરી છે. આ હરીફાઈમાં ટૉપ 5 વિજેતાઓને કુલ ઇનામની રકમ 1 કરોડ 80 લાખ ચુકવવામાં આવશે. આ હિસાબે દરેક વૉટ્સએપ યૂઝર્સને 35,60,000 હજાર રૂપિયા જીતવાની તક છે.

READ  બેરોજગારો માટે ખુશખબર, રેલવેમાં 1,30,000 જગ્યાઓ માટે થવા જઈ રહી છે ભરતી, છેલ્લી તારીખ આવે, તે પહેલા કરી દો APPLY

આ પણ વાંચો : બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, 6 જેટલા લોકોના મોત અને 13થી વધુ ઈજાગ્રસ્ત, જાણો હેલ્પલાઇન નંબર

આ કૉંટેસ્ટ માટે 30 માર્ચ, 2019 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. રજિસ્ટ્રેશન બાદ એક સ્વતંત્ર સમિતિ અરજીઓનું મૂલ્યાંકન કરશે. પસંદ કરાયેલા લોકોમાંથી બીજા તબક્કા માટે 30 સૌથી સારા આઇડિયાને શૉર્ટલિસ્ટ કરાશે. ત્યાર બાદના રાઉંડમાં 10 લોકોની પસંદગી કરવામાં આવશે.

બેસ્ટ આઇડિયા આપનાર અંતિમ તબક્કા માટે ચૂંટાયેલા 10 લોકોને ગ્રાંડ ફિનાલેના ફાઇનલ રાઉંડમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવશે. આ તમામ રાઉંડ બાદ સમિતિ અંતે 24 મે, 2019ના રોજ બેસ્ટ આઇડિયા આપનાર પાંચ વિજેતાઓના નામોની જાહેરાત કરશે અને દરેક વિજેતાને 60 હજાર ડૉલર એટલે કે લગભગ 35,60,000 રૂપિયાનું ઈનામ મળશે.

READ  ચિંતા ન કરશો ! તમારું એકલાનું જ નથી Facebook ડાઉન; સમગ્ર દુનિયામાં છે તકલીફ, કંપનીએ કહ્યું 'આ કોઇ હેકર્સ અટેક નથી'

આપે શું કરવાનું રહેશે ?

ભારતમાં સ્ટાર્ટઅપની સાથે-સાથે ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આ કૉંટેસ્ટનું આયોજન કરાઈ રહ્યું છે. કૉંટેસ્ટમાં કોઈ પણ ઉદ્યમી ભાગ લઈ શકે છે અને હેલ્થકૅર, ગ્રામ્ય ક્ષેત્ર, અર્થતંત્ર, ફાઇનાંશિયલ એંડ ડિજિટલ ઇન્ક્લ્યુઝન, શિક્ષણ તથા નાગરિક સુરક્ષા જેવા જુદા-જુદા ક્ષેત્રોને લઈને આઇડિયા મોકલી શકાય છે. આઇડિયા બિલ્કુલ નવો હોવો જોવો જોઇએ.

વૉટ્સએપે પોતાની મીડિયા રિલીઝમાં જણાવ્યું કે મોટા પાયે સામાજિક-આર્થિક અસર પેદા કરનાર અને સ્થાનિક કક્ષાએ લોકોની સમસ્યાઓને ઉકેલનાર લેટેસ્ટ આઇડિયા તથા બિઝનેસ મૉડેલની વિચાસરણી ધરાવતા લોકો આ કૉંટેસ્ટમાં અરજી કરી શકે છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ, સુરતના ચોકીદારોમાં લોકપ્રિય બની ગઈ 'મૈં ભી ચોકીદાર'ની ટીશર્ટ..!!

ભારતમાં 20 કરોડ યૂઝર્સ

આપને જણઆવી જઇએ કે સમગ્ર વિશ્વમાં વૉટ્સએપના યૂઝર્સ લગભગ 1.3 અબજ છે કે જેમાં એકલા ભારતમાં 20 કરોડ યૂઝર્સ છે. વૉટ્સએપ છેલ્લા લગભગ એક વર્ષથી પોતાના બિઝનેસ પ્લેટફૉર્મ પર કામ કરી રહ્યું છે. તેનું કહેવું છે કે સ્ટાર્ટઅપ ઇંડિયા વૉટ્સએપ ગ્રાંડ ચૅલેંજ મહત્વાકાંક્ષી ઉદ્યમીઓને ઉદ્યમની દુનિયામાં પગલું મૂકવા અને આગળ વધવા પ્રેરશે. કંપની તરફથી ઉપલબ્ધ કરાયેલા આંકડાઓ મુજબ વૉટ્સએપે લગભગ 84 ટકા નાના અને મધ્મય શ્રેણીના કારોબારીઓને તેમના ક્ષેત્રમાં આગળ વધવામાં ઘણી મદદ કરી છે.

Health dept conducts search operation at sweet shops ahead of festive season | Tv9GujaratiNews

FB Comments