જો તમે Whatsapp પર આ ભૂલ કરી તો તમારાં બેંક ખાતાની માહિતી ચોરાઈ શકે છે: SBIએ આપી ચેતવણી

સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા તેમના બૅંક અકાઉન્ટ હોલ્ડર્સને એક વોટસએપ મેસેજને લઈને ચેતવણી આપી રહ્યું છે. જેમાં કહ્યું છે કે તેનાથી યુઝર્સની ખાનગી જાણકારી લીક થઈ શકે છે.

SBIએ યુઝર્સને ચેતવણી આપતા કહ્યું કે OTPથી જોડાયેલ એક મેસેજ વોટસએપ પર આવી રહ્યો છે. જેનાથી લોકોને સાવચેતી રાખવાની જરૂર છે.

 

 

આ રીતે લોકો પાસેથી મેળવે છે OTP

1. કૌભાંડમાં સૌથી પહેલા યુઝર્સને OTP વિશે જાણકારી આપવામાં આવે છે. તેનાથી યુજર્સને વિશ્વાસ આવે અને યુઝર્સ દ્વારા તેનો સાચો OTP આપવામાં આવે.

2.ઘણાં વોટસએપ મેસેજમાં લિંક પણ સામેલ છે. જેથી તમે લિંક પર ક્લિક કરશો અને તમારા ફોનમાં એક વાયરસ વાળી એપ ઈન્સટોલ થઈ જશે.

READ  લોકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેંક SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો!

3.આ એપની મદદથી તમારા ફોનથી OTP ચોરી શકાય છે પણ તે કૌભાંડનો બીજો ભાગ છે.

4.પહેલા ભાગમાં એક વ્યકિત તમને બૅંક અધિકારી તરીકે વાત કરશે જ્યાં તમને તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડને અપગ્રેડ કરવા માટે કહેવામાં આવશે.

5.ત્યારબાદ તમારી પાસે ખાનગી જાણકારી માંગવામાં આવશે જેવી કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ નંબર. તે પછી તેની મદદથી કહેવામાં આવશે કે તમારું કાર્ડ અપગ્રેડ કરવામાં આવશે.

READ  કચ્છ: જખૌના દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોટ દેખાયાના ઈનપુટ

6.ત્યારબાદ અધિકારી દ્વારા તમને કહેવામાં આવશે કે તમારી પાસે એક SMS આવ્યો હશે જ્યાં તમને કાર્ડ અપગ્રેડનો મેસેજ મોકલવામાં આવશે.

7. તે પછી તમારે તે લિંકને ખોલીને કન્ફર્મ કરવા માટે કહેવામાં આવશે જે મેસેજમાં સામેલ થશે.

8.જેવા તમે લિંકને ખોલશો તમારા ફોનમાં એક એપ ઈન્સ્ટોલ થઈ જશે અને પછી તમારો OTP તે અધિકારી પાસે જવા લાગશે.

9.ત્યારબાદ તમારા કાર્ડથી ટ્રાન્જેકશન થઈ શકે છે જેનાથી તમારૂં અકાઉન્ટ 2 મિનિટમાં ખાલી થઈ શકે છે.

10.જો તમારી સાથે કોઈ ફ્રોડ થાય છે તો 3 દિવસની અંદર જ રિપોર્ટ કરો.

11.રિપોર્ટ કરવા માટે તમે 1800111109 પર ફોન કરીને જાણકારી આપી શકો છો.

READ  VIDEO: રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ સ્ટેન્ડબાય

12.તમે SMS પણ લખી શકો છો. જેમાં તમારે Problem લખીને 9212500888 પર મોકલવાનો રહેશે.

13. જો તમારી સાથે સાચે જ ફ્રોડ થયું છે તો SBI તમને પૂરે પૂરી રકમ પાછી આપશે.

14. જ્યારે તમારી ભૂલના કારણે ફ્રોડ થયું છે તો તે કેસમાં તમને કોઈ રિફંડ આપવામાં નહી આવે.

Ahmedabad : Jain community, Uttar Bhartiya Vikas Parishad distributing food among needy and poor

FB Comments