જાણો કેમ ડુંગળીના ભાવ નથી ઘટી રહ્યાં? કેન્દ્ર સરકારે કર્યો આ મોટો ખૂલાસો

ડુંગળીને લઈને હવે વિવાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે શરૂ થયો છે. દેશમાં ડુંગળીના ભાવને લઈને ભારે વિરોધ થયો હતો. આ બાદ સરકારે ડુંગળીની આયાત કરવાનું નક્કી કર્યું હતું. 42 હજાર ટન ડુંગળી ભારતમાં આવી ચૂકી છે અને હવે કેન્દ્ર સરકાર કહી રહી છે કે રાજ્યો આ ડુંગળીને ખરીદવા જ તૈયાર નથી. કેન્દ્ર સરકાર રાજ્યોને 55 રૂપિયા પ્રતિકિલોના ભાવે ડુંગળી આપવા તૈયાર છે. આ સિવાય કેન્દ્ર સરકાર ડુંગળીને રાજ્યમાં પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ભોગવી રહી છે તો પણ રાજ્યો ડુંગળીની ખરીદીમાં રૂચી દાખવી રહ્યાં નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Video: આંગણવાડીના ચોખામાં ધનેરા! આવા ચોખાનું ભોજન ખાશે બાળકો?

આ પણ વાંચો :   અમિત શાહ, PM મોદી અને RSS પર ટિપ્પણી કરવાને અંગે આ ઈતિહાસકારને નોટિસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને આ અંગે માહિતી આપી કે 18500 ટન ડુંગળી ભારત આવી ચૂકી છે. જો કે આ ડુંગળીમાંથી ફક્ત રાજ્યોએ 2 હજાર ટનની જ ખરીદી કરી છે. સરકારને ચિંતા છે કે ગોડાઉનમાં પડી પડી આ ડુંગળી સડી ના જાય. આમ કેન્દ્ર રાજ્યોને અપીલ કરી રહ્યું છે કે બજારમાં 60-70 રુપિયાની ડુંગળીના બદલે કેન્દ્ર સરકાર પાસેથી 55 રુપિયા પ્રતિકિલોની રકમે ડુંગળીની ખરીદી કરો.

READ  ભારે કરી! બાઈક પર લખી દીધું કે 'હું આર્થિક મંદીના કારણે દંડ ભરી શકું તેમ નથી'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રામવિલાસ પાસવાને વધારે માહિતી આપતા જણાવ્યું કે જો રાજ્ય સરકાર ડુંગળીની ખરીદી જ નહીં કરે તો કેવી રીતે ભાવને કાબૂમાં લાવી શકાશે. જો કોઈ ખરીદશે નહીં તો આ ડુંગળી ગોડાઉનમાં સડી જશે. આ બધાની વચ્ચે ગુજરાતમાંથી એવી ખબર આવી હતી કે લોકોને બહારથી આયાત કરેલી ડુંગળીનો સ્વાદ પસંદ આવતો નથી. તે સ્વાદમાં ફિક્કી લાગે છે અને તેના લીધે લોકો આવી ડુંગળી ખરીદવાનું ટાળે છે.

READ  ગુજરાતના નેતાઓની દિલ્લીમાં કૂચ, ગુજરાતના નેતાઓ ભાજપની જીત માટે કરશે દિલ્લીમાં પ્રચાર

 

Due to Namaste Trump event, students could not reach exam hall on time | Surendranagar

FB Comments