સ્ટેચ્યૂ ઓફ યુનિટીને મળ્યું વિશ્વના 100 મહાન સ્થળોની યાદીમાં સ્થાન, જુઓ VIDEO

વિશ્વના 100 મહાન સ્થાનોની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે. ટાઈમ પત્રિકાએ જાહેર કરેલી યાદીમાં 597 ફૂટ ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાથે જ મુંબઈના સોહો હાઉસને પણ સ્થાન મળ્યું છે. ટાઈમ પત્રિકાએ લખ્યું વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા થકી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અપાઈ છે, જ્યારે મુંબઈના પ્રસિદ્ધ 11 માળના ફેશનેબલ સોહો હાઉસથી અરબ સાગર દેખાય છે. જેમાં એક પુસ્તકાલય અને 34 બેઠકવાળું સિનેમાઘર છે. આ યાદીમાં ચાડનું જોકુમા નેશનલ પાર્ક, ન્યૂયોર્ક સિટીના ધ શેડ, આઈસલેન્ડના જિયોસી જિયોથર્મલ સી બાથ સામેલ છે. સાથે ભૂટાનની સિક્સ સેંસેઝ હોટલ, મારા નોબોઈશો કંજર્વેંસીના લેપર્ડ હિલ અને હવાઈના પોહોઈકીનો પણ સમાવેશ કરાયો છે. ટાઈમ પત્રિકાએ વિશ્વના પ્રવાસીઓએ આવા ફરવા લાયક સ્થળોનો તાત્કાલિક અનુભવ કરવાની પણ હાકલ કરી છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારનું રોકાણ સાવચેતીપૂર્વક કરવું

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોંગો ફિવરથી બચીને રહેજો નહીં તો મળશે મોત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ 

 

[yop_poll id=”1″]

FB Comments