15 ડિસેમ્બરના ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ પર એવું તે શું છે ખાસ કે જિલ્લા કલેક્ટર થી લઈ તમામ અધિકારીઓ દિવસ રાત કરી રહ્યા છે કામ

Statue of Unity_ Tv9
Statue of Unity_ Tv9

સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર છેલ્લા 3 દિવસ થી લિફટ ખોટકાવવાનો મામલો સામે આવ્યો છે. આજે પણ 5 હજારથી વધુ પ્રવાસીઓ લિફટ ખોટકાતા પરેશાન થયા છે. હાલમાં દર્શકોને વ્યૂઈંગ ગેલેરી સુધી પહોંચવા માટે લિફ્ટની જરૂર રહે છે, પરંતુ હાલમાં એક જ લિફ્ટ કામગીરી ચાલતી હોવાથી લાંબી કતાર લાગી છે.

પ્રવાસીઓનો મોટો જમાવડો હોવાના કારણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર 1 કિમી લાંબી કતાર લાગી ગઈ છે. જેના કારણે તંત્રમાં ફફડાટ આવી છે. અત્રે નોંધનીય છેકે 31 ઓક્ટોબરના વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્દઘાટન બાદથી સતત અહીં કોઈને કોઈ મુશ્કેલીઓ આવી રહી છે.

READ  Patan: Jasavantpura village of Harij lost connectivity, people took shelter on terrace - Tv9 Gujarati

આજે સ્થિતિ બગડતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEOની સાથે જિલ્લા કલેકટર પણ દોડી આવ્યા છે. પ્રતિમાના CEO આઇ કે પટેલના અનુસાર, મુંબઈની લિફ્ટ ઓપરેટિંગ કંપનીને બોલાવીને સમસ્યાનો કાયમી હલ લવવા માટે પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચો : LRD પેપર લીકનો રેલો ગુજરાતની બહાર 3 રાજ્યો સુધી પહોંચ્યો, 8 લોકોની ધરપકડ

આ તરફ 15 ડિસેમ્બરના સરદાર પટેલની પુણ્યતિથી છે અને તે દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા જઇ રહ્યા છે. જેના કારણે અહીં ફરી તૈયારીઓ શરૂ થઈ રહી છે.

READ  Top News Headlines @ 9 AM: 23-10-2017 - Tv9 Gujarati

[yop_poll id=”124″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments