એગ્ઝિટ પોલમાં મોદી સરકારના આગમનના અનુમાનથી શેરબજારમાં બંપર ઉછાળો

એગ્ઝિટ પોલમાં મોદી સરકારના પરત આવવાના અનુમાનની સાથે શેરબજારોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે બજાર બંપર તેજી સાથે ખૂલ્યું છે. સેન્સેક્સ 38700ની સપાટીએ  પહોંચી ગયો છે. જેનું પાછળનું કારણ એગ્ઝિટ પોલ માનવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:  ડોનાલ્ડ ટ્રંપે આ દેશને આપી ધમકી, કહ્યું કે ‘જો લડાઈ થઈ તો અમેરિકા તબાહી મચાવી નાખશે’

સાતમા ચરણના મતદાન પછી વિવિધ ચેનલોએ પોતાના એગ્ઝિટ પોલમાં મોદી સરકારને ફરી પાછી આવવાના એંધાણ આપ્યા તેના લીધે સોમવારે શેરબજારોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 946 અંક તો નિફ્ટી 245 વધીને ખૂલી છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી અને રિલાયન્સના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે ઈન્ફોસીસ, એચસીએલસ, ટીસીએસ જેવી આઈટી કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

READ  રોડ-શૉને લઈને અમિત શાહ અને મમતા બેનર્જી આમને-સામને, ભાજપે ચૂંટણી પંચને કરી અપીલ તો મમતાએ કહ્યું 'ભાજપ ગુંડાઓ લાવે છે'

 

 

FB Comments