VIDEO: શેરબજારમાં તેજીનો તોખાર યથાવત, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઉછાળો

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની અસર સોમવારે પણ શેરબજારમાં જોવા મળી છે. સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટના વધારાની સાથે બજાર 39,312.94 પર ખુલ્યુ હતુ. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 276.60 પોઈન્ટ વધીને 11550.80 સુધી પહોંચ્યું હતું. વિદેશી સંસ્થાગત રોકાણકારો અને ઘરેલુ રોકાણકારોએ ખરીદી કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નાણામંત્રી નિર્મલા સીતારમણે જેવા જ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી કે ઘરેલુ બજાર શુક્રવારે ઉપર આવ્યુ. બજારમાં એક દાયકા પછી સૌથી મોટી એક દિવસની તેજી જોવા મળી. DIIએ શુક્રવારે દિવસભરના કારોબાર સત્ર દરમિયાન 3 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ.

READ  ગાંધી-ગોડસે પરના નિવેદનથી નારાજ દેશના ટોચના ઉદ્યોગપતિ, કહ્યું કે એક દિવસ તાલિબન બની જઈશુ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે નાણામંત્રીની પત્રકાર પરિષદ પછી શેરબજારે જે ઝડપ પકડી, તેને એક નવો રેકોર્ડ બનાવી દીધો. કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 2,250 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો. ત્યારે નિફ્ટીમાં પણ 650 પોઈન્ટથી વધુનો વધારો થયો. આ પહેલા 18 મે 2009માં સેન્સેક્સમાં 2,110 પોઈન્ટની તેજી આવી હતી. ત્યારે તત્કાલીન UPA સરકારના એક વખત ફરી સત્તામાં પાછા ફરવાનું જશ્ન માર્કેટે મનાવ્યું હતું.

READ  કોરોનાના કહેર વચ્ચે રોકાણકારો માટે સારા સમાચાર, સેન્સેક્સમાં 1 હજાર પોઈન્ટનો ઉછાળો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments