એકશન ડ્રામા વેબ સીરીઝમાં મનોજ બાજપેયી, ટ્રેલરમાં જોવા મળી દમદાર એક્ટિંગ

અભિનેતા મનોજ બાજપેયી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેચરલ એક્ટિંગ માટે મશહૂર છે. બોલિવુડની અનેક ફિલ્મોમાં મનોજ બાજપેયીએ તેમની એક્ટિંગથી દર્શકોના દિલમાં રાજ કર્યું છે. હવે મનોજ બાજપેયી ડિજિટલ પ્લેટફોર્મ પર પણ હાથ અજમાવશે.

અમેઝોન પ્રાઇમ પર તેમની નવી વેબ સિરિઝ આવવાની છે. અમેઝોન પર વેબ સિરિઝ “ધ ફેમિલી મૈન”નું ટ્રેલર રીલીઝ થયું છે.

READ  દબંગ સલમાન ખાનનું પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ બાદ BIG ACTION, પોતાની ફિલ્મમાંથી આ પાકિસ્તાની કલાકારની કરી હકાલપટ્ટી

આ એકશન ડ્રામાથી ભરપૂર વેબ સિરિઝ “ધ ફેમિલી મૈન” 20 સપ્ટેમ્બર, 2019એ અમેઝોન પ્રાઇમ પર શરૂ થશે. આ સિરિઝમાં મનોજ બાજપેયીની સાથે પ્રિયામણિ, શારિબ હાશ્મી, નીરજ માધવ, શરદ ખેલકર, ગુલ પનાગ, દિલીપ તાહિલ અને સંદિપ કિશન જોવા મળશે.

FB Comments