જેટલા લોકો જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં મર્યા હતાં, તેનાથી અનેક ગણી વધુ લાશોને ‘ઠેકાણે’ પાડી ચુકી છે આ ભારતીય મહિલા : અજબ મહિલાની ગઝબ કહાની

ફિલ્મોમાં કૉક્રોચ અને ગરોળીથી ડરતી છોકરીઓને આપે જોઈ હશે. ફિલ્મો જ નહીં, સમાજે પણ એવી માનસિકતા સ્થાપી દિધી છે કે છોકરીઓ કે સ્ત્રીઓ ડરપોક હોય છે, પરંતુ આવી માન્યતાને ભ્રાંતિમાં બદલી નાખતી એક મહિલા છે બિહારની મંજૂ દેવી.


મંજૂ છેલ્લા 18 વર્ષોથી પોસ્ટપૉર્ટમ હાઉસમાં કામ કરે છે. તે ડૉક્ટર નથી. એક હંગામી કામદાર છે. સહાયક છે, પણ પોસ્ટમૉર્ટમની દરેક ઝીણવટ જાણે છે. અત્યાર સુધી તે 13 હજારથી વધુ લાશોનું પોસ્ટમૉર્ટમ કરી ચુકી છે. તે લાશોને ચીરે છે અને પછી સીવે પણ છે.

મંજૂ સમસ્તીપુરની સદર હૉસ્પિટલમાં કામ કરે છે. 45 વર્ષીય મંજૂ પછાત જાતિમાંથી આવે છે. મંજૂના પતિ નગર પાલિકામાં સફાઈ કામદાર હતાં. 2001માં તેમનું મોત થઈ ગયું અને પરિવારના નિર્વહનની જવાબદારી મંજૂ પર આવી પડી. મંજૂના પાંચ નાના બાળકો હતાં.

READ  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત દેશના 25 લાખ ચોકીદારોને સંબોધશે, કેમ શરૂ કર્યું આ કેમ્પેઈન તેના અંગે કરશે વાતો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

મંજૂના સાસુ પહેલાથી જ પોસ્ટમૉર્ટમ રૂમમાં કામ કરતા હતાં. તેથી મંજૂએ પણ આ કામ શરુ કર્યું. 2004માં સાસુનું મોત થતાં મંજૂએ પોસ્ટમૉર્ટમ હાઉસનું કામ સંપૂર્ણપણે સંભાળી લીધું.

વર્ષ 2006માં હૉસ્પિટલે મંજૂને નિમણુક પત્ર આપ્યો. કાયમી નહીં, પણ હંગામી નિણમુકનો આ પત્ર હતો.

દિવસના માત્ર 110 રૂપિયા : લાશ નહીં, તો રૂપિયા નહીં

મંજૂને દિવસના 110 રૂપિયા જ મળે છે. એક દિવસમાં એક લાશનું પોસ્ટમૉર્ટમ કરવું પડે કે 10નું. જો દિવસમાં કોઈ પણ લાશ ન આવે, તો મંજૂને 110 રૂપિયા નથી મળતાં.

READ  પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ કૃપાલ યાદવ નદીમાં ડૂબતા બચ્યા, જુઓ LIVE VIDEO

પૈસા તો ઓછા છે જ, પણ પૈસા સમયસર પણ નથી મળતાં. મંજૂએ ઘણી વખત પગાર વધારા અને કાયમી કરવાની માંગણી કરી, પણ કંઈ ન થયું. તે મોટા અધિકારીઓથી લઈ મુખ્યપ્રધાન સુધીને જઈ ચુક્યા છે, પણ કોઈએ તેની વાત નથી સાંભળી. આજે પણ મંજૂ 110 રૂપિયા દૈનિક હાજરી પર કામ કરી રહ્યાં છે.

મંજૂએ એક વાતચીતમાં જણાવ્યું કે હૉસ્પિટલ તરફથી સફાઈના સામાનના પણ પૈસા નથી મળતાં. લાશની સફાઈ માટે તેણે મૃતકના પરિવારના લોકો પાસેથી પૈસા માંગવા પડે છે.

મંજૂ છેલ્લા 18 વર્ષથી કામ કરી રહ્યાં છે અને અત્યાર સુધી 13 હજાર લાશોનું પોસ્ટમૉર્ટમ કરી ચુક્યાં છે. મંજૂ વગર કોઈ પણ કામ નથી થઈ શકતું. જે દિવસે મંજૂ હૉસ્પિટલે નથી જતાં, પોસ્ટમૉર્ટમ હાઉસનું કામ જ જાણે ઠપ થઈ જાય છે.

READ  રાજકોટના હેલ્થ વિભાગના અધિકારીઓએ રેડ કરીને લીચીના અખાદ્ય જથ્થાને કર્યો નષ્ટ

મંજૂ બની ગયાં છે નિષ્ણાત

હૉસ્પિટલમાં કોઈ ડેડ બૉડી આવે, તો મંજૂ જ ડૉક્ટરને બતાવે છે કે તે વ્યક્તિનું મોત કઈ રીતે થયું. ઝેર પીધું કે એક્સિડંટ થયો કે સુસાઇડ. મંજૂ ડૉક્ટરનો રાઇટ હૅંડ બની ગયાં છે. લાશને ચીરવું-ફાડવું અને પછી ડેડ બૉડીને સીવવું, તમામ કામ મંજૂના માથે જ હોય છે.

[yop_poll id=412]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments