મુંબઈમાં એક વિશ્વવિખ્યાત ફેશન શોમાં મોડેલની સાથે અચાનક રૅમ્પ વૉક કરવા લાગ્યો ‘સડકછાપ’ કૂતરો, VIDEO જુઓ અને થોડા હસી લો

મુંબઈમાં એક ફેશન શોમાં સુપર મોડેલ્સ સાથે રેમ્પ વૉક કર્યું એક કૂતરાએ. આ કૂતરો બિન બુલાયા મહેમાન હતો. જાણીતા ફેશન ડિઝાઈનર રોહિત બલના ફેશન શોમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી ડાયના પેન્ટી સામેલ હતા. તેમના ફેશન શોની થીમ રેડ એન્ડ બ્લેક હતી.

સુપર મોડેલ્સ રોહિત બલના પરિધાન પહેરી રેમ્પ વૉક કરી રહ્યા હતા ત્યારે અચાનક એક કૂતરું રેમ્પ પર આવી ચઢ્યું અને આખાંયે રેમ્પ પર તેણે વૉક કરી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને ડાયના પેન્ટી સહિત મોડેલ્સ સાથે આ કૂતરાએ એવી રીતે રેમ્પ વોક કર્યું જાણે તે આ ફેશન શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવ્યું હોય.

READ  VIDEO: મૌલવીએ પૈસાની છેતરપિંડી કરી તો મહિલાઓએ ધોલાઈ કરી નાખી

આ દ્રશ્ય જોઈને ફેશન શો માણી રહેલા દર્શકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. તો કેટલાક દર્શકોએ મોબાઈલમાં આનો વીડિયો પણ લીધો. એટલું જ નહીં, જ્યારે આ કૂતરું રેમ્પ વોક કરી રહ્યું હતું, મૉડેલ્સ પણ શ્વાનને લાડ લડાવતી જોવા મળી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે..

જુઓ VIDEO:

https://dai.ly/x70v00h

READ  સુષમા સ્વરાજ માટે પોતાની બન્ને કીડની આપવાની ઈચ્છા વ્યક્ત કરનાર સુરતના યુવાને વ્યક્ત કર્યો શોક, જુઓ VIDEO

ફેશન શોમાં કૂતરાની એન્ટ્રી
મોડેલ્સની સાથે કૂતરાએ કર્યું રેમ્પ વોક
ફેશન શોમાં અચાનક આવી ગયું કૂતરું

દર્શકોમાં ફરી વળ્યું હાસ્યનું મોજું
સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

[yop_poll id=656]

How are you, Mr. President ? Will Donald Trump inaugurate Motera stadium? | Ahmedabad

FB Comments