શિક્ષિકાએ વિદ્યાર્થીને માર્યો ઢોર માર! લેસન ન કરવાની મળી સજા, જુઓ VIDEO

વિદ્યાના મંદિરમાં ફરી એકવાર માસુમ વિદ્યાર્થી શિક્ષકના રોષનો ભોગ બન્યો. વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે તેણે શિક્ષક દ્વારા આપવામાં આવેલું લેસન નહોતું કર્યુ. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી કલરવ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને લેસન ન કરવાની શિક્ષિકાએ સજા આપી અને ફૂટપટ્ટી વડે માસુમ વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો. શિક્ષિકાએ વિદ્યાર્થીને એટલી હદે ફટકાર્યો કે કૂમળાં શરીર પર ફૂટપટ્ટીના સોળ ઉપસી આવ્યા. ઘટના અંગે વાલીઓને જાણ થતા તેઓ સ્કૂલે દોડી ગયા અને સ્કૂલના આચાર્યને ફરિયાદ કરી. પોતાના સ્ટાફને બચાવતા હોય તેમ આચાર્યએ પણ સરખો જવાબ ન આપ્યો, જેથી શિક્ષિકા સામે કાર્યવાહીની માગ સાથે વાલી વટવા પોલીસ મથકે પહોંચ્યા અને શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી.

READ  બિન અનામત વર્ગ માટે ગુજરાત સરકારે કરી મહત્વની જાહેરાત, થશે આટલા લાભ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં ખુલ્લેઆમ ફાયરિંગ! ફાયરિંગની ઘટનામાં નિર્દોષ યુવાનની હત્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોર્ટની સુનાવણીમાં રહેશે હાજર, જુઓ VIDEO

 

FB Comments