નાગરિકતા કાયદો: જામિયા બાદ JNUના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, પોલીસ હેડક્વાટર્સને ઘેર્યું

students-of-jamia-millia-islamia-university-hold-a-demonstration-against-citizenship-amendment-act-on-kalindi-kunj-road-in-delhi

નાગરિકતા સુધારા કાયદાને લઈને દિલ્હીમાં જામિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓ અને સુરક્ષા જવાનો સામસામે આવી ગયા હતા અને પત્થરબાજી જેવી ઘટનાઓ ઘટી હતી. જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સમર્થનમાં જેએનયુના વિદ્યાર્થીઓ આવ્યા છે અને પોલીસ હેડક્વાર્ટસની બહાર ભારે નારેબાજી કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હી પોલીસ હેડક્વાટર્સને જેએનયુના વિદ્યાર્થીઓ દ્વારા ઘેરવામાં આવ્યું છે. જેએનયુના વિદ્યાર્થીઓ નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહેલાં જામિયાના વિદ્યાર્થીઓની સામે કાર્યવાહી કરવામાં આવી તેને લઈને પોલીસ હેડક્વાટર્સની સામે પ્રદર્શન કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓના આ પ્રદર્શનના લીધે ભારે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ

students-of-jamia-millia-islamia-university-hold-a-demonstration-against-citizenship-amendment-act-on-kalindi-kunj-road-in-delhi

આ સિવાય દિલ્હીમાં 4 બસ સળગાવવામાં આવી છે. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. વસંતવિહાર, આરકેપુરમ અને મુનરિકા વિસ્તારની મેટ્રો ટ્રેનમાં આવન-જાવન બંધ કરી દેવાયું છે. આ પહેલાં ઓખલા, જસોલા વિહાર, જામિયા મિલિયા ઈસ્લામિયા, શાહીન બાગ અને આશ્રમ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા હતા.

આ પણ વાંચો :   નાગરિકતા સુધારા કાયદાનો દિલ્હીમાં ઉગ્ર વિરોધ, પ્રદર્શનકારીઓએ 4 બસ સળગાવી

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ અંગે કહ્યું કે હિંસા સ્વીકાર્ય નથી. દિલ્હીના સાઉથ ઈસ્ટમાં ઓખલા, જામિયા, ન્યુફ્રેન્ડસ કોલોની, મદનપુર ખાદર વિસ્તારની સ્કૂલો પણ સોમવારે બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત દિલ્હી સરકારે કરી છે. મનીષ સિસોદીયાએ પણ આ અંગે જાણકારી ટ્વીટ કરીને આપી હતી.

READ  NDAમાંથી શિવસેનાને બહાર કર્યા બાદ સંસદમાં બેઠક વ્યવસ્થામાં ફેરફાર પછી સંજય રાઉતે કહ્યું, 'દિલ્હી કોઈના બાપની નથી'

students-of-jamia-millia-islamia-university-hold-a-demonstration-against-citizenship-amendment-act-on-kalindi-kunj-road-in-delhi

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બાજુ પોલીસ પર પણ આરોપ જામિયા મિલિયાના યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા લગાવવામાં આવી રહ્યાં છે. જામિયાના કુલપતિએ કહ્યું કે જે વિદ્યાર્થીઓ લાઈબ્રેરીમાં વાંચી રહ્યાં હતા તેને પણ બહાર કાઢી મુકાયા છે. આ સિવાય જામિયાના ચીફ પ્રોક્ટરે કહ્યું કે પોલીસે કેમ્પસમાં આવવા માટે કોઈ પરવાનગી માગી નથી. પોલીસે બળપૂર્વક કેમ્પસમાં પ્રવેશ કર્યો છે. કેમ્પસમાં અમારા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પોલીસ દ્વારા મારવામાં આવ્યા.

પોલીસ શું કહી રહી છે?
સાઉથ ઈસ્ટ દિલ્હીના ડીસીપી ચિન્મોય બિસ્વાલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે અમને કોઈ વિદ્યાર્થીઓ કંઈ યુનિવર્સિટીના છે તેનાથી કોઈ લેવાદેવા નથી. અમે ફક્ત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભીડને હટાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. અમુક લોકોની અટકાયત કરવામાં આવી છે તો વિદ્યાર્થીઓએ પણ પોલીસ પર પત્થરમારો કર્યો હતો જેમાં 6 જવાનોને ઈજા પહોંચી છે.

READ  કોર્ટથી નીકળશે શાહીનબાગનો રસ્તો? સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે

Oops, something went wrong.

FB Comments