વિદ્યાર્થીનો નવો કીમિયો,પાસ થવા પેપરમાં લખ્યું ‘પાકિસ્તાન સાથે બદલો લેવો છે, પાસ કરી દો ને’

ઉતરપ્રદેશમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષા પુરી થઈ ગઈ છે અને જવાબવહી તપાસવાની પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે જવાબવહીમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના લખાણ લખવામાં આવ્યા છે.

જેમ જેમ જવાબવહીની તપાસ કરવામાં આવી રહી છે. તેમ તેમ વિદ્યાર્થીઓના મગજની ઉપજો પણ સામે આવી રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ વિદ્યાર્થીઓ પરીક્ષાની જવાબવહીમાં જવાબની સાથે સાથે ખાસ જવાબ પણ આપી રહ્યાં છે. એક વિદ્યાર્થીએ તેની જવાબવહીમાં લખ્યું છે કે સર, મારા મામા સેનામાં હતા તે શહીદ થઈ ગયા છે. પાકિસ્તાન પાસે તેમનો બદલો લેવા જવાનું છે. તેથી મને પાસ કરી દો. પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના રસ્તાઓ અજમાવે છે.

ત્યારે એક વિદ્યાર્થીએ લખ્યું હતું કે ‘ગુરૂજી પાસ કરી દો નહી તો ભગવાન તમને કયારેય માફ નહિ કરે’. સાથે જ ઘણાં વિદ્યાર્થીઓ જવાબવહીમાં જવાબ ના લખી શક્યા અને તેમને જવાબની જગ્યાએ પ્રશ્ન જ લખી નાખ્યા.ચોરી કરવા પર નિયંત્રણ રાખવાના કારણે ઘણાં વિદ્યાર્થીઓ ખુબ ઓછા પ્રશ્નના જવાબ આપી શક્યા હતા.

ગયા વર્ષે પણ એક જવાબવહીમાં લખ્યું હતું કે ‘હું પુજાને પ્રેમ કરૂં છુ.. યે મોહબ્બત ભી ક્યા ચીજ હે…ના જીને દેતી હે ઔર ના હી મરને..’ સર આ લવસ્ટોરીએ ભણવાથી દુર કરી દીધા ત્યારે બીજી એક જવાબવહીમાં લખ્યું હતું કે ‘ગુરૂજી કો કોપી ખોલને સે પહલે નમસ્કાર.. ગુરૂજી પાસ કર દે… ચિઠ્ઠી તુ જા સર કે પાસ, સર કી મર્જી ફેલ કરે યા પાસ….’ ત્યારે એક જવાબવહીમાં લખ્યું હતું કે ‘મારો પરિવાર ગરીબ છે અને મારા પિતાનું થોડા સમય પહેલા નિધન થઈ ગયું હતું. મારે કામ કરવું પડે છે અને મારા ભાઈ-બહેનનું ધ્યાન રાખવું પડે છે. હું તમને મને પાસ કરવા માટે નિવેદન કરૂ છુ’. આવા વિચિત્ર પ્રકારના લખાણો જવાબવહીમાંથી મળી આવ્યા હતા.

Arrangements in place for vote counting, security tightened in Vadodara- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ખુશખબર! 1 એપ્રિલથી બદલાઈ શકે છે PFથી જોડાયેલો આ નિયમ

Read Next

ન્યૂઝીલેન્ડમાં થયેલા હુમલામાં અમદાવાદના 1 વ્યકિતને વાગી ગોળી, તેમના પુત્રને મળવા ગયા હતા ક્રાઈસ્ટચર્ચ

WhatsApp chat