આ ગુજરાતી મહિલાએ કર્યુ એવુ કામ કે એક ગુજરાતી તરીકે તમને પણ થશે ગર્વ

દેશની મહિલાઓ દરેક ગામ, રાજય અન શહેરમાંથી નિકળીને તેમના નામનો ડંકો દેશ-વિદેશોમાં વગાડવામાં સફળ સાબિત થઈ રહી છે. ત્યારે ગુજરાતની મહિલા સુમન છેલાણી હાલના દિવસોમાં એક બ્યૂટી પિન્જેટને લઈને ચર્ચામાં છે. 

સુમને જાન્યુઆરી મહિનામાં યોજાયેલ મિસ ઈન્ટરકોન્ટિનેન્ટલ 2019માં 2 રેકૉર્ડ તેના નામે કર્યા છે. આ સ્પર્ધામાં સુમન છેલાણી ટોપ 15 લિસ્ટમાં સામેલ થઈ હતી જેને લોકોએ વોટિંગ આપીને પસંદ કરી હતી. આ 47 વર્ષ જુના બ્યૂટી ખિતાબમાં પહેલીવાર ભારત તરફથી કોઈ ગુજરાતી મહિલાએ પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

સુમન સિંધી પરિવારની મહિલા છે. તે મોડલિંગની સાથે એક્ટિંગ પણ કરે છે. સુમન અત્યાર સુધી 2 હજારથી વધારે પ્રોગ્રામ આખા ભારતમાં કરી ચૂકી છે. સુમન સરકાર તરફથી આયોજીત થતાં ઘણાં પ્રોગ્રામમાં એન્કરીંગ પણ કરી ચૂકી છે. વર્ષ 2011માં મિસ ગુજરાત રહી ચુકેલી સુમન છેલાણીએ વર્ષ 2017માં સિટી ફાઈનલિસ્ટ મિસ દીવા યૂનિવર્સનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2018માં સુમને સેનોરિટા મિસ ઈન્ડિયા ઈન્ટરકોન્ટિનેન્ટલનો તાજ જીતીને તેની જાતને સફળ સાબિત કરી દીધી હતી.

જાન્યુઆરીમાં ફિલીપાઈન્સના મનીલામાં 91 દેશ વચ્ચે થયેલા ‘મિસ ઈન્ટરકોન્ટિનેન્ટલ 2019’ સ્પર્ધામાં સુમન ભારતને ટોપ 15 સુધી લઈ ગઈ હતી. સુમને બોલિવુડમાં પણ અર્જુન કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મમાં 1 કેમિયો રોલ પણ કર્યો છે. પ્રોફેશનલી સ્ટ્રોન્ગ સુમન ભણવામાં પણ ખુબ હોંશિયાર હતી અને તેની પાસે બિઝનેસમાં માસ્ટર્સ ડિગ્રીની સાથે, ટ્રાવેલ અને ટૂરિઝમમાં ડિપ્લોમાની ડિગ્રી પણ છે. સુમન હિન્દી, અંગ્રેજી, ગુજરાતીની સાથે જ ફ્રેન્ચ બોલવામાં પણ માહેર છે. સુમનનો જીવન મંત્ર છે કે મહેનત કરવી,ખુશ રહેવુ અને દુનિયામાં ફરવું. તેનું માનવું છે કે જીવનમાં આગળ આવવા માટે તમને કોઈ નથી રોકી શકતુ નથી.

Ahmedabad: Miscreant arrested for killing a man over an old rivalry in Ramol- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ન્યૂઝીલેન્ડ ક્રાઈસ્ટચર્ચ હુમલો: 2 મસ્જિદમાં થયેલા ગોળીબારમાં 9 જેટલા ભારતીયો ગુમ

Read Next

ક્રિસ ગેઈલના આ રેકોર્ડની આગળ છે બધા જ ક્રિકેટર્સ નિષ્ફળ શું IPL 2019માં આ રેકોર્ડ તુટશે?

WhatsApp chat