પુલવામા હુમલાના શહીદોના આત્માને શાંતિ મળે તે માટે વાપી-વલસાડમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું

પુલવામામાં થયેલાં શહીદોને શાંતિ મળે તે માટે વાપી-વલસાડમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં મોટીસંખ્યામાં લોકોએ હાજરી આપીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પુલવામા આતંકવાદી હુમલાને લઇ સમગ્ર દેશના લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. તો આ કાયરતાપૂર્વક આતંકવાદીઓએ કરેલા હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આથી આ જવાનોના આત્માની શાંતિ માટે અને શહીદોના પરિવારજનોને સાંત્વના આપવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ આતંકવાદી હુમલાના વિરોધમાં અને આતંકવાદીઓ અને પાકિસ્તાન વિરુદ્ધ રોષ વ્યક્ત કરવા ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

READ  મહેસાણામાં પરિણીતાનો આપઘાત! બે માસ પહેલા જ થયા હતા લગ્ન, આપઘાતનું કારણ અકબંધ

વાપીના કુમાર શાળા મેદાનમાં પણ વાપીની અનેક સંસ્થાઓએ સાથે મળી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સુંદરકાંડ વખતે હાજર સૌ કોઈએ બજરંગબલી દેશના વીર સપુતો અને શાસકોને અપાર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આપણા દેશના વીર જવાનો દેશના દુશ્મનો અને આતંકવાદીઓનો સર્વનાશ કરી શહીદોની શહાદતનો બદલો લઈ શકે તે હેતુથી આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

READ  સૌરાષ્ટ્રવાસીઓ ચેતી જજો! દૂધમાં થઈ રહી છે મોટા પ્રમાણમાં ભેળસેળ, જુઓ VIDEO

[yop_poll id=1539]

Anand:Miscreants set shops, houses, vehicles on fire after clash erupts between 2 groups at Khambhat

FB Comments