સુંદર પિચાઈ હવે Googleની સાથે 900 બિલિયન ડૉલરની આ કંપનીના પણ બન્યા CEO

sundar pichai appointed ceo of alphabet and google sundar pichai have google ni sathe 900 billion doallar ni alphaber comapany na pan banya CEO

ભારતીય મૂળના સુંદર પિચાઈએ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન Googleની પેરેન્ટ કંપની Alphabet પણ હવે તેમના કંટ્રોલમાં રહેશે. Alphabet Incએ મંગળવારે આ જાહેરાત કરી છે. કંપનીના સંસ્થાપક લૈરી પેજ અને સર્જી બ્રિન તમામ કંટ્રોલ છોડી રહ્યા છે. બંને અત્યાર સુધી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ હતા.

sundar pichai appointed ceo of alphabet and google sundar pichai have google ni sathe 900 billion doallar ni alphaber comapany na pan banya CEO

સુંદર પિચાઈ Googleની સાથે છેલ્લા 15 વર્ષથી છે. તેમને 2015માં CEOનો કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારથી કંપનીનો ચેહરો બનેલા છે. Alphabet દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપનીમાંથી એક છે. તેમની પાસે લગભગ 900 બિલિયન ડોલરની માર્કેટ કેપિટલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શાહ આલમમાં પથ્થરમારાના કેસમાં 49 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયા, 26 તારીખ સુધીના રિમાન્ડ કર્યા મંજૂર

લૈરી પેજ અને સર્જી બ્રિને તેમના નિવેદનમાં કહ્યું કે જો કંપનીને ચલાવવાનો સારો રસ્તો હોય તો અમે તેમાંથી નથી જે મેનેજમેન્ટમાં ટકી રહીએ. Alphabet અને Googleને 2 CEOs અને એક પ્રેસિડેન્ટની જરૂરિયાત નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બંનેએ તેમની બ્લોગ પોસ્ટમાં લખ્યું કે સુંદર પિચાઈ Google અને Alphabet બંનેના CEO રહેશે. તે Googleને આગળ વધારશે અને Alphabetના ઈન્વેસ્ટમેન્ટને મેનેજ કરશે. Googleએ આ ફેરફાર તે સમયે કર્યો છે, જ્યારે કંપની હેલ્થકેર અને પર્સનલ ફાયનાન્સ સેક્ટરમાં એન્ટ્રી કરી રહી છે.

READ  Google Payનો ઉપયોગ કરો છો તો ના કરતાં આ ભૂલ, ગુમાવી બેસશો તમારી કમાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લૈરી પેજ અને સર્જી બ્રિન કંપનીના બોર્ડમાં રહેશે. લૈરી પેજ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિત્વમાંની એક છે. તેમને રિન્યૂએબલ એનર્જી, Energy Efficiency અને Artificial Intelligenceમાં રોકાણ કરી રાખ્યું છે. તેમને એલન મસ્કની TESLAમાં પણ રોકાણ કર્યુ છે.

 

Oops, something went wrong.
FB Comments