નવસારીના ભાજપના કદાવર નેતાએ ઉમેદવારી ફોર્મ નોંધાવતા પહેલા કર્યુ શક્તિ પ્રદર્શન

નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે 20 હજારથી વધુ સમર્થકો સાથે રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. જંગી રેલી માં 7 વિધાનસભાના ધારાસભ્યો, નવસારી અને સુરતના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

નવસારી લોકસભા સીટ પર કૉંગ્રેસે કોળી પટેલ ઉમેદવારને ટીકીટ આપી છે. ત્યારે સામ-સામે લડાઈ થવાની છે અને આ રસકાસીભર્યા જંગમાં ભાજપ લીડ વધારવા નો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે કૉંગ્રેસ લીડ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહી છે.

વધુમાં સી.આર.પાટીલે જણાવ્યું કે કાયકર્તાઓ નરેન્દ્ર મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે થનગની રહ્યાં છે. નવસારીના કાર્યકર્તાઓ આખા દેશની બધી જ સીટો જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

READ  મોદીની મહિમા આગળ કોંગ્રેસ ઢેર, ફરી લીધો આત્મઘાતી નિર્ણય થઈ જશે જનતાથી દુર

 

Oops, something went wrong.
FB Comments