છતીસગઢમાં યુવતી સાથે લગ્ન કરવા મુસ્લિમ યુવકે હિન્દુ ધર્મ અપનાવ્યો, કોર્ટે કહ્યું મહાન પ્રેમી બનવું જોઈએ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આંતર-ધાર્મિક વિવાહના વિરોધમાં નથી. હિન્દુ-મુસ્લિમ વિવાહ સ્વીકાર્ય છે. જાતિ ભેદ દૂર થાય તો સારી વાત છે. લિવ-ઈન રિલેશનશિપને આ અદાલતે પહેલા જ મંજૂરી આપી દીધી છે. વ્યક્તિએ મહિલાનો લોયલ પતિ અને મહાન પ્રેમી બનવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ મુગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહના આ કામ માટે RSS પણ તેને યાદ કરે છે, KBCમાં પણ પૂછાયો હતો 1 કરોડનો પ્રશ્ન

આ તમામ અધુરી માહિતી વિશે તમને થતું હશે કે, સુપ્રીમ કોર્ટ આ પ્રકારની વાત કેમ કરી હશે. એક વ્યક્તિએ પોતાની દિકરીના આંતર-ધાર્મિક વિવાહની વિરુદ્ધમાં અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. આ લગ્નનો મામલો છતીસગઢનો છે. જેમાં મુસ્લિમ વ્યક્તિએ યુવતી સાથે લગ્ન કરવા માટે હિન્દુ ધર્મ અપનાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચૂંટણી પંચની આકરી કાર્યવાહી, પશ્ચિમ બંગાળમાં પ્રચારનો એક દિવસ ઘટાડી દીધો

પરંતુ છોકરીના પિતાએ કહ્યું કે, આ મારી દિકરીને ફસાવવા માટે એક નાટક છે. અને ષડયંત્ર ચલાવી રહ્યા છે. યુવકે જણાવ્યું મેં હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. પરંતુ છોકરીના પરિવારનું કહેવું છે કે આ એક નાટક છે. જો કે સુપ્રીમે યુગલને સાથે રહેવાની મંજૂરી આપી દીધી છે. સાથે કોર્ટે છોકરાને પણ પૂછ્યું છે કે, તેણે કયા કાનૂન સાથે ધર્મ અંગીકાર કર્યો છે. અને રાજ્ય સરકારને પણ મામલે જવાબ આપવા કહ્યું છે.

READ  Video: અયોધ્યા રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments