અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસની સુનાવણી 9 મહિનામાં પુરી થાય, જજનો કાર્યકાળ પણ વધારવામાં આવે

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે કેસને 9 મહિનાની અંદર જ ખતમ કરીને ફેંસલો આપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસમાં ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી વગેરે પર કેસ ચાલી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   જો તમારા ઘરમાં સ્માર્ટ ટીવી હોય તો તમારે ચેતી જવાની જરુર છે, જુઓ VIDEO

સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરી રહેલાં જજના નિવૃતિનો સમય હોવાના લીધે નિયમો શું કહે છે તેમ પૂછ્યું હતું. યુપીએ જજના નિવૃત્તિના સમયગાળામાં વધારો કરવાની વાત કરી હતી. આમ કોર્ટે કહ્યું કે જેટલો પણ સમય લાગે હવે એ જજ આ કેસની સુનાવણી કરશે. અડવાણી, જોશી અને ભારતી સહિત 13 આરોપીની વિરુદ્ધમાં ગુનાહિત ષડયંત્રનો જે આરોપ હતો તે હટાવી લેવાયો હતો. જે બાદ હાજી મહબૂબ અને સીબીઆઈએ ફરીથી આ નેતાઓ પરના આરોપોને હટાવવાને લઈને દાદ માગી છે. આ કેસની સુનાવણી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ લખનઉમાં થઈ રહી છે. જેમાં જજ એસ કે યાદવ નિવૃત્ત થવાના હતા અને હવે તેમનો સમયગાળો વધારી દેવાયો છે.

READ  Amreli : Narmada pipeline breached, crop damaged


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ મામલે ટ્રાયલ પણ 19 જૂલાઈના રોજ પૂરી થઈ જાય છે. જે મધ્યસ્થતા પેનલ બનાવવામાં આવી છે તેમાં કોર્ટ સમાધાનનો રસ્તો અયોધ્યા મામલે નીકળે તેવું ઈચ્છી રહી છે. આ મામલે રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે. જે બાબતે સુનાવણી 25 જૂલાઈના રોજ કરવામાં આવશે.

READ  Video: અયોધ્યા રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

 

 

Top News Stories From Gujarat: 18/8/2019| TV9GujaratiNews

FB Comments