શારદા ચીટફંડ કેસ: IPS રાજીવ કુમારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે મંજૂર કરી CBIની અરજી

સુપ્રીમ કોર્ટે શારદા ચિટફંડ મામલે SIT પ્રમુખ રાજીવ કુમારને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજીવ કુમારને 7 દિવસનું સંરક્ષણ આપતા કહ્યું કે જો તે આ મામલે સંરક્ષણ અરજી દાખલ કરવા ઈચ્છે તો દાખલ કરી શકે છે.

તેની સાથે જ CBI તરફથી રાજીવ કુમારને કસ્ટડીમાં લેવાની અરજી દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે મંજૂર કરી લીધી છે. CBI ઘણાં સમયથી પ્રયત્નો કરી હતી કે રાજીવ કુમારને કસ્ટડીમાં લઈને પૂછતાછ કરી શકાય. જેથી તપાસ કરી શકાય કે શારદા ચિટ ફંડ મામલેના દસ્તાવેજ કેવી રીતે ગાયબ કરવામાં આવ્યા.

 

READ  VIDEO: અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસર, આ તારીખે ગુજરાતમાં ફરીથી પડશે વરસાદ

જો રાજીવ કુમાર અરજી દાખલ કરે છે તો કોર્ટ તેની પર વિચાર કરશે કે તેમને આગળ સંરક્ષણ આપવામાં આવે કે નહીં. કોર્ટ જો રાજીવ કુમારને આગળ સંરક્ષણ નહી આપે તો CBI તેમની ધરપકડ કરી શકે છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કહ્યું અંગ્રેજી ડિક્શનરીમાં જોડાઈ ગયો નવો શબ્દ ‘Modilie’, ડિક્શનરીના જવાબ પછી સોશિયલ મીડિયા યુઝર્સ લઈ રહ્યા છે તેની મજા

CBIએ શારદા ચિટફંડ મામલે રાજીવ કુમાર પર પુરાવા ગાયબ કરવાનો અને તપાસમાં સાથ નહી આપવાનો આરોપ લગાવ્યો હતો પણ પશ્ચિમ બંગાળ સરકારે તેને ષડયંત્ર ગણાવ્યું હતુ અને CBI પર ભાજપના ઈશારા પર કામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

READ  અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ, જાણો છેલ્લા દિવસે કોર્ટમાં કયા મુદ્દે થઈ હતી દલીલો

 

Uddhav Thackeray to visit Ayodhya on March 7| TV9News

FB Comments