મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટનો ઝટકો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ કેસને ટ્રાયલ કોર્ટ ફરીથી જુએ. કેસની સુનાવણી દરમિયાન ફડણવીસ વતી કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી અને રાજકીય લોકો સામે 100 કેસ છે. જો કોઈને ચૂંટણીના સોગંદનામામાં માહિતી ન આપવામાં આવે તો કાર્યવાહી કરી શકાતી નથી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ઈમરાન ખાન સાથે મુલાકાત બાદ PM મોદીના કર્યા વખાણ, કાશ્મીર મુદ્દે ઈમરાન ખાનને મળી નિરાશા

 

અરજદાર વતી કહેવામાં આવ્યું હતું કે તેમણે ચૂંટણીના સોગંદનામામાં માહિતી છુપાવી છે તેથી પગલાં લેવામાં આવે. કોર્ટે પૂછ્યું હતું કે શું માહિતી જાણી જોઈને છુપાવાઇ છે કે આકસ્મિક રીતે? આ મામલાને સુનાવણી માટે કેમ મોકલતા નથી. અરજદારે આરોપ લગાવ્યો હતો કે ફડણવીસે 2014ની વિધાનસભામાં બે ફોજદારી કેસોની માહિતી છુપાવી હતી.

READ  મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ ભાજપ સાથે વર્ષો જૂનો સંબંધ તોડવા મુદ્દે શિવસેનાનો ખુલાસો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પહેલા બોમ્બે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. નોંધપાત્ર વાત એ છે કે 2014 ની ચૂંટણીના સોગંદનામામાં બે ગુનાહિત કેસની માહિતી છુપાવવાનો આરોપ છે. આ બંને કેસ નાગપુરના છે, જેમાં એક માનહાનિનો અને બીજો છેતરપિંડીનો કેસ છે. અરજીમાં ફડણવીસને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે.

READ  મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથન: અરવિંદ સાવંતનો પ્રહાર ભાજપે ફોર્મ્યુલાનું પાલન ન કરી દગો દીધો

આ પણ વાંચો: ભાવનગરની મહુવા APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.3675, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Top 9 Metro News Of The Day : 07-04-2020 | Tv9GujaratiNews

FB Comments