ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંંગે મોટું નિવેદન

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંગે મોટું નિવેદન અપાયું છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અસહેમતીને રાષ્ટ્રવિરોધી અને લોકતંત્ર વિરોધી વાત કહેવી એ લોકતંત્ર પર હુમલો છે. સાથે કહ્યું કે, વિચારોને દબાવવા દેશની અંતરાત્માને દબાવવા બરાબર છે. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમના 15માં પી.ડી મેમોરિયલ લેક્ચરમાં આ વાત કહી હતી.

READ  અમદાવાદઃ બરતરફ IPS સંજીવ ભટ્ટ વિરૂદ્ધ ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ, વેબસાઇટના માધ્યમથી રૂપિયા પડાવ્યાનો આરોપ

 

આ પણ વાંચોઃ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે OBC, SC અને ST સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અસહેમતી દર્શાવતા લોકો પર અંકુશ લગાવવો એ સરકારી તંત્રનો ઉપયોગ ડરની ભાવના ઉભી કરે છે. અસહેમતીને રાષ્ટ્રવિરોધી અને લોકતંત્ર વિરોધી કહેવું બંધારણીય મૂલ્યોના સંરક્ષણ અને વિચાર-વિમર્શ કરતા લોકતંત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતાની મૂળ ભાવનાને નુકસાન કરે છે.

READ  રાજ્યમાં આરોગ્ય સેવાને લઈને સરકારની મોટી જાહેરાત, ત્રણ નવી સરકારી મેડિકલ કોલેજની મળી મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments