14 ઓક્ટોબરથી અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અંતિમ ચરણમાં પહોંચશે

દશેરાના તહેવારની રજાઓ બાદ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી અંતિમ ચરણમાં પહોંચી જશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દરેક પક્ષને સતત 38 દિવસથી સાંભળી રહી છે. સોમવારથી જે સુનાવણી થશે તે અંતિમ ચરણની સુનાવણી હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સરકારે કરી શિક્ષણમાં મદદ, દેશનો સૌપ્રથમ ટ્રાંસજેન્ડર કોર્મશિયલ પાયલોટ બનશે હૈરી

2014માં અલ્હાબાદ હાઈકોર્ટે આ બાબતે ફેંસલો આપ્યો હતો. જેને સામે સુપ્રીમ કોર્ટમાં ફરીથી અપીલ થઈ હતી. આ કેસની સામે 5 વર્ષ બાદ ફરીથી સુનાવણી સુપ્રીમમાં છે અને તે અંતિમ ચરણમાં છે. 17 ઓક્ટોબર સુધી સુનાવણી પુરી થઈ જાય તેવા આસાર મળી રહ્યાં છે. આ કેસની સુનાવણી કરી રહેલી ખંડપીઠમાં ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ ડી.વાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ.એ નજીર પણ સામેલ છે.

READ  VIDEO: દેશના નવા CJI બનશે જસ્ટિસ એસ.એ.બોબડે, રાષ્ટ્રપતિએ નિયુક્તિ પર કર્યા હસ્તાક્ષર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુપ્રીમ કોર્ટે અંતિમ ચરણનો કાર્યક્રમ નિર્ધારિત કરી દીધો છે. આ બાબતે મુસ્લિમ પક્ષને પોતાની દલીલો 14 ઓક્ટોબર સુધી પુરી કરી દેવા આદેશ અપાયો છે. હિંદુ પક્ષકારોને પ્તત્યુત્તર આપવા માટે 16 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ મુજબ જ ચાલ્યું તો 17 નવેમ્બર સુધીમાં અયોધ્યા બાબરી મુદ્દે ફેંસલો આવી શકે છે. આ દિવસે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ પણ સેવાનિવૃત્ત થઈ રહ્યાં છે.

READ  NPRની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાથી સુપ્રીમ કોર્ટનો ઈનકાર, જાહેર કરી નોટિસ

 

Oops, something went wrong.
FB Comments