રાફેલ મુદ્દે આજે નિર્ણય આપી શકે છે સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ આજે રાફેલથી જોડાયેલા સરકારના દાવા પર નિર્ણય આપશે, જેમાં સરકારે કહ્યુ હતુ કે 14 ડિસેમ્બર 2018ના ન્ચાયાલયના નિર્ણયની સમીક્ષા માટે અરજી કરેલા લોકો દ્વારા જમા કરાવેલા દસ્તાવેજો પર તેમનો વિશેષઅધિકાર છે.

સરકારના પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હા, અરૂણ શૌરી અને સામાજીક કાર્યકર્તા વકીલ પ્રશાંત ભૂષણ તરફથી કરેલી અરજીને રદ કરવાની માગ કરી છે. સરકારે કોર્ટેને કહ્યું કે 3 અરજીઓને તેમની સમીક્ષા અરજીમાં જે દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે.

 

READ  VIDEO: ભરૂચના મુખ્યમાર્ગો પરથી પસાર થવું એક પડકાર, એક બાજુ ખાડાઓ અને બીજી બાજુ ઢોરોનો અડીંગો

તેની પર તેમનો વિશેષઅધિકાર છે અને તે દસ્તાવેજોને અરજીમાંથી કાઢી નાખવા જોઈએ. એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે દલીલ કરી હતી કે હાજર કરેલા દસ્તાવેજો વિશેષઅધિકાર પ્રાપ્ત કરેલા દસ્તાવેજો છે. જેને ભારતીય પુરાવા અધિનિયમ કલમ 123 મુજબ સબૂત ના ગણી શકાય.

આ દસ્તાવેજો સત્તાવાર ગોપનીયતા કાયદા હેઠળ સુરક્ષિત છે. દસ્તાવેજોની જાહેરાત માટે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કલમ 8(1) મુજબ છુટ આપવામાં આવી છે. AGએ કહ્યું કે જે દસ્તાવેજો પહેલેથી જ સાર્વજનિક ક્ષેત્રમાં હોય તે દસ્તાવેજો પર વિશેષઅધિકારનો દાવો ના કરી શકાય.

READ  નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશની દયા અરજી ફગાવી

ભારતીય પુરાવા એક્ટની કલમ 123 ખાલી ‘અપ્રકાશિત દસ્તાવેજો’ની રક્ષા કરે છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે 14 માર્ચે નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. આજે 2 નિર્ણય સંભળાવવામાં આવી શકે છે. એક નિર્ણય ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આપશે અને બીજો નિર્ણય જસ્ટિસ કે.એમ. જોસેફ આપશે.

 

Oops, something went wrong.
FB Comments