સુપ્રીમ કોર્ટે દરિયાકિનારા પર બનેલા 500 ફલેટની 5 ઈમારતોને તોડવાનો આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવેલા 500 ફલેટોની 5 ઈમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. ઈમારતોના નિર્માણ માટે પ્રતિબંધિત કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં તેને બનાવવાને લીધે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

કેરળના કોચ્ચીમાં દરિયાકિનારાની નજીક બનાવેલી આ ઈમારતોને લઈને એક્સપર્ટ કમિટીની સલાહના આધારે આ આદેશ આપ્યો છે. જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ નવીન સિંહાની બેન્ચે કેરળ સ્ટેટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી હાજર રોમી ચાકો તરફથી એકસપર્ટ કમિટીની સલાહને જણાવવામાં આવી હતી.

 

READ  નિવૃત જજનું Mail આઈ-ડી હેક કરીને પૂર્વ CJIની પાસે કરી આટલા લાખ રૂપિયાની છેતરપીંડી

તેની પર સુપ્રીમ કોર્ટે 1 મહિનાની અંદર ઈમારતોને તોડી પાડવાનો અને તેને સંબંધિત રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. ઓગસ્ટ 2006માં મારાડુ મ્યુનિસિપલિટીએ કોચ્ચીમાં બિલ્ડર્સને કોસ્ટ રેગ્યુલેશન ઝોન-3 હેઠળ આવતા કોર્મશિયલ ઈમારતોને બનાવવા માટે મંજૂરી આપી હતી. આ મંજૂરીને આપવામાં ઘણા કારણો સામે આવ્યા છે. તે સિવાય તે જગ્યા પર ઈમારતો બનાવીને પર્યાવરણની સાથે પણ મોટી છેડછાડ છે.

READ  ગુજરાત ફરી બન્યું ચૂંટણીનો અખાડો, કોંગ્રેસ અને ચૂંટણી પંચ આવ્યા સામ-સામે, રાજ્યસભાની ચૂંટણીની તારીખને લઈને વિવાદ

આ પણ વાંચો: આજે ધોરણ 12 સાયન્સનું અને ગુજકેટનું પરિણામ જાહેર થશે, આ વેબસાઈટ પર 8 વાગ્યાથી જોઈ શકશો ઓનલાઈન

2018માં સુપ્રીમ કોર્ટે એક એક્સપર્ટ કમિટી બનાવવાનો આદેશ આપ્યો હતો. જેથી તેની તપાસ કરી શકાય કે ઈમારતોને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન-2 કે 3માં બનાવવામાં આવી છે. કમિટીના રિપોર્ટ મુજબ જે વિસ્તારને લઈને પ્રશ્નો ઉભા થયા છે. તે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન-3માં આવે છે. 1991ના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નોટિફિકેશન મુજબ કિનારાના વિસ્તારથી 200 મીટરની અંદર કોઈ પણ પ્રકારની ઈમારત બનાવી શકાય નહી.

READ  નાસાએ લેન્ડર વિક્રમની લીધી તસવીર, ઈસરો માટે ચંદ્રયાન-2ને લઈને નવી આશા

 

Despite of lockdown people seen roaming freely in Ahmedabad| TV9News

FB Comments