આ ભૂતપૂર્વ DEPUTY CMને ભારે પડ્યો બંગલાનો મોહ, સુપ્રીમ કોર્ટે ચાબુક ચલાવતા તૈયાર થઈ ગયા બંગલો ખાલી કરવા, 50 હજારનો દંડ પણ ભરવો પડશે

સુપ્રીમ કોર્ટની ફટકાર અને દંડ લગાવ્યા બાદ આરજેડી નેતા તેજસ્વી યાદવ સીધા દોર થઈ ગયા છે.

બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કહ્યું કે તેઓ પોતાનો સરકારી બંગલો 5 દશરથ માર્ગ ટૂંકમાં જ ખાલી કરી દેશે. નાયબ મુખ્યપ્રધાન તરીકે ફાળવાયેલા આ બંગલાને લઈને છેલ્લા દોઢ વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ વિવાદમાં શુક્રવારે અંતિમ ચુકાદો આપતા તેજસ્વી યાદવને બંગલો ખાલી કરી દેવાનો નિર્દેશ આપ્યો હતો અને અદાલતનો સમય વેડફવા બદલ 50 હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.

READ  ગુજરાત કોંગ્રસના MLA અને લોકસભાના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું મોત, ફ્લાઈટ ચૂકી જતાં બસમાં આવી રહ્યો હતો પરિવાર

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે કહ્યુ હતું, ‘શું આપ પોતાની સગવડતા માટે આ અરજી દાખલ કરી રહ્યા છો ? ન્યાયપાલિકાનો અત્યંત કિંમતી સમય બર્બાદ થયો છે.’

નોંધનીય છે કે તેજસ્વી યાદવે પટના હાઈકોર્ટનો ચુકાદો ન માની તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે જેના પર સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવની ખબર લઈ નાખી.

READ  BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ભાગલપુરમાં બેરોજગારી હટાવો, આરક્ષણ બચાવો યાત્રા દરમિયાન તેજસ્વીએ કહ્યું કે તેઓ અને તેમનો પરિવાર હંમેશા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરતા રહ્યા છે અને આ ચુકાદાનું પાલન કરવામાં આવશે.

તેજસ્વી યાદવને બિહારના નાયબ મુખ્યપ્રધાન બન્યા બાદ 2015માં બંગલો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ 2017માં આરજેડી સત્તામાંથી બહાર થઈ અને મુખ્યપ્રધાન નીતિશ કુમારે બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો. નીતિશ કુમારે તેજસ્વીને વિપક્ષના નેતા તરીકે 1 પોલો રોડ બંગલો પણ ફાળવી દીધો, પરંતુ તેજસ્વી યાદવ 5 દશરથ માર્ગ બંગલો ખાલી કરવા તૈયાર ન થયાં.

READ  McDonaldsએ ફાસ્ટફૂડની જાહેરાતમાં કરી દીધી મોટી ભૂલ, FSSAIએ ફટકારી નોટિસ

[yop_poll id=1240]

Oops, something went wrong.
FB Comments