સુપ્રીમ કોર્ટે તમામ VVPAT સ્લીપની ચકાસણી માટેની અરજીને નકારી, કહ્યું કે આનાથી થશે લોકશાહીને નુકશાન

સુપ્રીમ કોર્ટે આજે તમામ VVPAT સ્લીપની ચકાસણી માટે કરવામાં આવેલી માગ માટેની અરજીને નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ બાબતે દખલગીરી કરવામાં આવે તો તેનાથી લોકશાહીનું નુકશાન થશે. ચેન્નાઈના ટેક ફોર ઓલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતુ કે ટેકનીકલ રીતે VVPAT સાથે જોડવમાં આવેલા EVM બરાબર નથી.

READ  શારદા ચીટફંડ કેસ: IPS રાજીવ કુમારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે મંજૂર કરી CBIની અરજી

અરજદારે ગોવા અને ઓડીશા સિવાયના તમામ EVM મશીનમાં છેડછાડનું કારણ આપતા સુપ્રીમ કોર્ટને તમામ EVMની VVPAT સાથે સરખામણી કરવાની માગ કરી હતી.

આ પણ વાંચો: પાણી મુદ્દે રાજ્ય માટે સારા સમાચાર, નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ” આ મુદ્દા પહેલા જ મુખ્ય ન્યાયધીશ ની બેન્ચ નિર્ણય આપી ચુકી છે તો પછી ફરીથી તમે આ મુદ્દાને વેકેશન બેન્ચ સામે કેમ ઉઠાવી રહ્યાં છો?”. આ અરજીને બકવાસ કહેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે આ જ કરતા રહ્યા તો લોકશાહીને નુકશાન થશે. આ પહેલા પણ વિપક્ષ દ્વારા કરવામાં આવેલી 50% VVPAT સ્લીપ ચકાસવાની અરજીને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા નકારવામાં આવી હતી.

READ  મહારાષ્ટ્ર પર 4.5 લાખ કરોડથી પણ વધારેનું દેવું, CM ઉદ્ધવ ઠાકરે રાજ્યની આર્થિક સ્થિતી સુધારશે?

 

Oops, something went wrong.
FB Comments