હવે WhatsApp પર વિવાદાસ્પદ ટિપ્પણી કે પોસ્ટને લઈને ગ્રુપ એડમિનની ધરપકડ નહીં કરી શકાય:સુપ્રીમ કોર્ટ

વોટસએપનો ઉપયોગ આજકાલ બધા જ લોકો કરે છે અને હવે તો બિઝનેસમાં પણ તેનો ખાસ ઉપયોગ થઈ રહ્યો છે. ઘણી વખત ગ્રુપમાં વિવાદાસ્પદ પોસ્ટ કોઈ કરે તો તેના લીધે ગ્રુપ એડમિનની ધરપકડ કરવામાં આવતી હતી.

ભારતની સર્વોચ્ચ અદાલતે આ જૂના નિયમને બદલી દીધો છે. મંગળવારના રોજ સુચના પ્રાધોગિકી અધિનિયમ,2000ની કલમ 66Aને સુપ્રીમ કોર્ટે હટાવી દીધી છે જેના લીધે કોઈપણ વિવાદાસ્પદ મેસેજના લીધે વોટસએપના એડમિનની ધરપકડ પોલીસ કરી શકશે નહીં. એક જાહેરહિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ ફેંસલો આપ્યો હતો કે જે-તે વ્યક્તિ મેસેજ કે વિવાદાસ્પદ ટિપ્પણી માટે જવાબદાર હોઈ શકે અને તેના બદલામાં ગ્રુપ એડમિન પર કાર્યવાહી કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ કલમને અભિવ્યક્તિની આઝાદી ઝૂટવી દેનારી કલમ ગણાવી હતી અને આ ફેંસલો આપ્યો હતો. પહેલાં એવું થતું કે કોઈપણ વ્યક્તિ પોસ્ટ કરે પણ ધરપકડ અને તે વિવાદાસ્પદ ટિપ્પણી કે માહિતી હોય તો પહેલાં જ ગ્રુપ એડમિનની ધરપકડ કરવામાં આવતી હવે તે થઈ શકશે નહીં.

 

READ  #ThisIsNotConsent: સોશિયલ મીડિયા પર કેમ મહિલાઓ મૂકી રહી છે પોતાની Pantyની તસવીરો?

જસ્ટિસ ચેલેમેશ્વર અને જસ્ટિસ ફલી નરીમનની પીઠે કહ્યું કે આઈટી અધિનિયમની કલમ 66-Aને સમાપ્ત કરી દેવામાં આવી છે. આપણું સંવિધાન વિચાર, અભિવ્યક્તિ અને વિશ્વાસની સ્વંત્રતા પ્રદાન કરે છે. લોકતંત્રમાં આ મૂલ્યો સંવિધાનની યોજના મુજબ આપવામાં આવ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટે આઈટી અધિનિયમના અન્ય બે પ્રાવધાનોને રદ્દ કરવાની અરજીને ફગાવી દીધી છે જે વેબસાઈટને લઈને છે.

FB Comments