આધાર કાર્ડને સોશિયલ મીડિયા પ્રોફાઈલ સાથે જોડવાનું બની શકે છે ફરજીયાત!

આધારને સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ સાથે જોડવાના કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને પૂછ્યું કે શું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને નિયમન કરવા માટે આધારને લિંક કરવાની કોઈ યોજના છે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે 24 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પ્રોફાઈલને આધાર સાથે જોડવાનો મુદ્દો જલ્દીથી હલ થવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જસ્ટીસ દીપક ગુપ્તા અને ન્યાયાધીશ અનિરુધ બોઝની ખંડપીઠે કહ્યું કે આ તબક્કે આપણે જાણતા નથી કે આપણે આ મામલો નક્કી કરી શકીશું કે હાઈકોર્ટ તેના પર નિર્ણય લેશે. કોર્ટે કહ્યું કે તે ફેસબુક દ્વારા દાખલ અરજી પર જ પોતાનો નિર્ણય આપશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતાં કોર્ટને કહ્યું હતું કે, સંબંધિત બાબતોને હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં લાવવામાં સરકારને કોઈ વાંધો નથી.

READ  Patan: Miscreants make failed attempt to loot ATM near Dhinoj village of Chanasma

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફેસબુક દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે મદ્રાસ હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ અને મધ્યપ્રદેશની હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસોને સોશિયલ મીડિયા પ્રોફાઇલ સાથે આધારને જોડવા માટે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. આના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ગુગલ, ટ્વિટર, યુટ્યુબ અને અન્યને નોટિસ મોકલી હતી અને 13 સપ્ટેમ્બર સુધીમાં તેમનો પક્ષ માંગ્યો હતો. હવે જ્યારે કેન્દ્ર સરકારે તેનો જવાબ આપ્યો છે, ત્યારે તેમને તમામ બાબતો સુપ્રીમ કોર્ટમાં લાવવામાં કોઈ વાંધો નથી.

READ  બાબરી મસ્જિદ-અયોધ્યા રામ મંદિર કેસના 10 તથ્યો, જે અંતિમ નિર્ણય પહેલા જાણવા જરૂરી છે!

આ પણ વાંચો: ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Top News Stories Of Gujarat : 29-01-2020| TV9News

FB Comments