કોહિનુર પાછો લાવવા માટે બ્રિટેનને આદેશ ના આપી શકાય: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કોહિનુર હીરાને પાછો લાવવા માટેની અરજી પર જુના નિર્ણય પર સમીક્ષા સંબંધીત અરજી પર સુનાવણી કરવા પર ઈનકાર કરી દીધો છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 જ્જોની બેન્ચ પાસે કોઈ આધાર ન મળ્યો જેની હેઠળ પહેલા આપેલા આદેશની સમીક્ષા કરી શકાય. બેન્ચે અરજીને રદ કરતા કહ્યું કે તેમાં કોઈ મેરિટ નથી અને અરજી કરનાર આ સંબંધમાં કોઈ કારણ આપી શકયા નથી કે કેમ આ મામલે કોઈ સુનાવણી કરી શકાય.

 

READ  ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

બેન્ચે તેમના આદેશમાં કહ્યું કે અમે અરજીની સાથે આપેલા કાગળો જોયા પછી અમે અરજી રદ કરી છે. 5 જજોની બેન્ચમાં જસ્ટિસ એસ.એ.બોબ્ડે, જસ્ટિસ એન.રમન્ના, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.કે.કોલ સામેલ હતા.

આ પહેલા કોર્ટે NGO, ઓલ ઈન્ડિયા હ્યુમન રાઈટસ એન્ડ સોશિયલ જસ્ટિસ ફ્રન્ટ તરફથી દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી. તે વખતે કોર્ટે કહ્યું હતુ કે કોહિનુર હીરાની સાથે શું કરવું, તે સંબંધિત બ્રિટેનને આદેશ ના આપી શકે. કોર્ટે પુછયુ કે બંને દેશોની વચ્ચે સંબંધોથી જોડાયેલી કોઈ પણ અરજી જે તેમના અધિકારક્ષેત્રમાં નથી તે સુપ્રીમ કોર્ટે સુધી કેવી રીતે પહોંચી શકે છે.

READ  સુપ્રીમ કોર્ટે BCCIના કામકાજ માટે નિયુક્ત કમિટીને કાર્યમુક્ત કરી, વાંચો ખબર

 

Huge import leaves onions at Bhavnagar yard with no buyers | TV9News

FB Comments