આધાર કાર્ડ પર ફરી એક વખત સુપ્રીમ કોર્ટે કરી સ્પષ્ટતા, ઈન્કમ ટેક્સ રિટર્ન માટે આધાર લિન્ક કરવો જરૂરી

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટેના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. બુધાવરે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવવું જરૂરી છે. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેન્ચે દ્વારા કાર્ટેમાં કહેવામાં આવ્યું કે, ઈન્કમ ટેક્સ એકટની કલમ 139AAને યથાવત રાખવામાં આવી છે.

તાજેતરમાં કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના એક ઓર્ડરની વિરુદ્ધ કેન્દ્રની અરજી કરવામાં આવી હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટના શ્રેયા સેન અને જયશ્રી સતપુતે 2018-19નું ઈન્કમ ટેકસ રિટર્ન પાન અને આધારને લીન્ક કર્યા વગર દાખલ કરવાને પરવાનગી આપી દીધી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે આ ચૂકાદો એ તથ્યને ધ્યાનમાં રાખીને આપ્યો હતો કે આ મામલો અમારી કોર્ટમાં પેન્ડિંગ છે. બાદમાં અમારી કોર્ટે એ નક્કી કર્યું કે ઈન્કમ ટેકસ એક્ટની કલમ 139AAને યથાવત રાખવામાં આવે.

READ  ચહેરા પર નિરાશા અને અફસોસ ઝળકે છે આ નવલોહિયા ક્રિકેટરના : પ્રતિબંધ બાદ પહેલી વાર મુંબઈ ઍરપોર્ટ પર દેખાયો હાર્દિક પંડ્યા : જુઓ FIRST PHOTOS

કોર્ટના અનુસાર, 2018-19 માટે અરજકર્તાઓએ હાઈકોર્ટના આદેશના આધાર પર રિટર્ન ફાઈલ કર્યું હતું. જેમાં રિટર્નની પણ ગણતરી થઈ ચૂકી છે. એવામાં અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન તે શરતોના આધાર પર જ ફાઈલ કરી શકાશે, જે કોર્ટે નક્કી કરી છે.

આ તરફ સુપ્રીમ કોર્ટે પોતાના 26 સપ્ટેમ્બર 2018ના આપેલા ચૂકદામાં આધારને બંધારણીય રીતે માન્ય ગણાવ્યું હતું. જોકે કોર્ટે એ પણ કહ્યું હતું કે બેન્ક ખાતાઓ, મોબાઈલ ફોન નંબર અને એડમિશન દરમિયાન આધાર નંબર આપવો જરૂરી નથી. આ સાથે જ જજોની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે આઈટી રિટર્ન ફાઈલ કરવા અને પાન એલોટમેન્ટ માટે આધાર જરૂરી રહેશે, જોકે બેન્ક ખાતાઓ સાથે તેને લીન્ક કરાવવું જરૂરી નથી.

READ  અંબાજી ત્રિશુલિયા ઘાટ પાસે ગોઝારો અકસ્માતની ઘટના, 21 મૃતકો પૈકી 19 મૃત્તદેહને સ્વજનો પોતાના વતન લઈ ગયા

[yop_poll id=1154]

FB Comments