આર્મીમાં એક નવા અધિકારને લઈને શરુ થયો જંગ, મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, મોદી સરકાર પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ

આર્મીના રિટાયર્ડ જવાનો સાથે થઈ રહેલા અન્યાયનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે.

વૉઇસ ઑફ એક્સ સર્વિસમૅન સોસાયટીના રાષ્ટ્રીય સંયોજક બીર બહાદુર સિંહ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી બાદ કહ્યું, ‘કોકો (કંપની ઑન એન્ડ કંપની ઑપરેટેડ) પેટ્રોલ પંપની સુવિધા મળશે તો ઑફિસરને, પબ્લિક સેક્ટરની કંપનીઓમાં સુરક્ષાનો કૉંટ્રાક્ટ મળશે તો ઑફિસરને. અહીં સુધી કે કોયલાના લોડિંગ તથા તેના ટ્રાંસપોરનો કૉંટ્રાક્ટ પણ સેનાના રિટાયર્ડ ઑફિસરને જ અપાય છે. સેનાના રિટાયર્ડ જવાનને ક્યાંય કોઈ પ્રાથમિકતા આપવામાં આવતી નથી.’

READ  રિલાયન્સે આ જગ્યાએ શરૂ કર્યુ 3200 કરોડ રૂપિયાનું રોકાણ, 11 હજારથી વધારે લોકોને રોજગારી મળવાની સંભાવના

બીર બહાદુર સિંહે કહ્યું, ‘સૈનિક પુનર્વસન વિભાગ દ્વારા 1987માં જાહેર થયેલા આદેશની અવગણના કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે એક નોટિસ પાઠવી સરકાર પાસે જવાબ માંગ્યો છે કે જવાનોને આ સુવિધાઓનો લાભ કેમ નથી આપવામાં આવી રહ્યો.’

તેમણે કહ્યું કે આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે આ તમામ સુવિધાઓનો લાભ એક્સ સર્વિસમૅનને અપાશે. ઑફિસર કે જવાન વચ્ચે કોઈ મતભેદ નહીં કરવામાં આવે, પણ તેને હાસિયે મૂકી રોજગારીનો લાભ માત્ર રિટાયર્ડ ઑફિસરોને જ અપાઈ રહ્યો છે. ઑઇલ કંપની જ્યારે કોકો પેટ્રોલ પંપની ફાળવણી કરે છે, તો તે માત્ર ઑફિસરોને જ મળે છે. તેવી જ રીતે પબ્લિક સેક્ટરની કંપનીઓમાં સલામતીની જવાબદારી ઑફિસરની સિક્યુરિટી એજન્સીને મળે છે. કોલસા ખાણમાં કોલસાનું લોડિંગ અને તેના ટ્રાંસપોર્ટનું કામ પણ ઑફિસરની ટ્રાંસપોર્ટ એજન્સીને જ મળે છે. સૈનિક પુનર્વસન મહાનિયામક રિટાયર્ડ જવાનની એજન્સી કે ટ્રાંસપોર્ટ કંપનીને પોતાની પૅનલમાં જ નથી રાખતા. તેઓ માત્ર ઑફિસરની કંપની અને એજન્સીને જ પૅનલમાં રાખે છે, જ્યારે સરકારી આદેશ છે કે રાષ્ટ્રીય બંક તથા પબ્લિક સેક્ટરની કંપનીઓ સુરક્ષા ગાર્ડ તથા બીજા કામો માટે એક્સ સર્વિસમૅનને જ કૉંટ્રાક્ટ આપશે.

READ  સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે MS ધોનીનું કેમ ટકી રહેવું મહત્ત્વનું છે?

[yop_poll id=987]

Navsari: Muslim community in Dabhel village come forward to help needy by providing grain kits| TV9

 

FB Comments