‘ચોર ચોર’ કહેવુ રાહુલ ગાંધીને પડશે ભારે? વડાપ્રધાનને ચોર કહેવાના મામલે સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે, કોર્ટે રાહુલ ગાંધીને રાફેલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી ટિપ્પણી ‘ચોકીદાર ચોર હે’ મામલે નોટિસ મોકલી છે.

કોર્ટે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીની અરજી પર રાહુલ ગાંધીને નોટીસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસેથી તેમને કરેલી ટિપ્પણી પર 22 એપ્રિલ સુધી જવાબ માગ્યો છે.

 

સુપ્રીમ કોર્ટમાં આ મામલે 22 એપ્રિલે સુનાવણી થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગઈની બેન્ચે કહ્યુ કે, કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એવી કોઈ ટિપ્પણી નથી કરી, તેથી રાહુલ ગાંધીનું નિવેદન ખોટું છે. કોર્ટે કહ્યુ કે રાહુલ ગાંધી દ્વારા કોર્ટની ટિપ્પણીને ખોટી રીતે રજુ કરવામાં આવી છે.

READ  ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવનું મહત્વનું નિવેદન! જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય, 90% લોકો નવા કાયદાના સમર્થનમાં

સુપ્રીમ કોર્ટે શુ કહ્યુ ?

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કોર્ટે વડાપ્રધાન મોદીને લઈને કોઈ ટિપ્પણી કરી નહોતી. કોર્ટ દ્વારા રાફેલ કેસ અંગે કેટલાક દસ્તાવેજોની સ્વીકાર્યતા નક્કી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધીની વિરૂધ્ધ અપમાન કરવા માટે અરજી દાખલ કરી હતી.

તેમને સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની વિરૂધ્ધ રાફેલ કેસ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરેલી ટિપ્પણી ‘ચોકીદાર ચોર હે’ને લઈને અરજી દાખલ કરી હતી. મીનાક્ષી લેખીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના આદેશને ખોટી રીતે રજુ કર્યો છે. રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હે’ના નિવેદનને એ રીતે રજુ કર્યુ છે જેમ સુપ્રીમ કોર્ટનું નિવેદન હોય.

READ  થપ્પડ ખાધા પછી સાવચેત થયા કેજરીવાલ, બદલી રોડ શો કરવાની રીત

આ પહેલા સુપ્રીમ કોર્ટે રાફેલ પર એક આદેશમાં સરકારની મુશ્કેલીઓને રદ કરી દીધી હતી. કોર્ટે 3 દસ્તાવેજોને સબુત તરીકે માનીને પુન:વિચાર અરજી પર આગળ સુનાવણીની વાત કરી હતી. રાહુલ ગાંધી સતત તેમની ટિપ્પણી ‘ચોકીદાર ચોર હે’ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરી રહ્યા છે.

 

Oops, something went wrong.
FB Comments