3.5 લાખ શિક્ષકો ફરિયાદ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, ચુકાદો આપતા SCએ આપ્યો મોટો ઝટકો

બિહારમાં કામના આધાર પર સ્થાયી શિક્ષકોને સમાન વેતનની માંગ કરી રહેલા લગભગ 3.5 લાખ શિક્ષકોને સુપ્રીમ કોર્ટથી ઝટકો લાગ્યો છે.

કોર્ટે બિહાર સરાકરની અપીલ મંજૂર કરતા પટના હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો. પટના હાઈકોર્ટે શિક્ષકોને નિયમિત સરકારી શિક્ષકોની સમાન વેતન આપવાનો આદેશ કર્યો હતો. આ આદેશને બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારયો હતો અને આદેશ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

 

READ  અમરેલીમાં સિંહબાળનું કુદરતી મોત નથી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે પંજાના કોઈ નખ ઉખાડી ગયું

સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના આદેશ પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કર્યો હતો. બિહાર સરકાર તરફથી વિશેષ અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું કે નિયોજિત શિક્ષકો પંચાયતી રાજના કર્મચારી છે અને બિહાર સરકારના કર્મચારી નથી. ત્યારે સરકારી શિક્ષકોના બરાબર વેતન આપી શકાય નહી.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે 11 અરજીઓ પર સુનાવણી કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે 3 ઓક્ટોબર 2018ના નિર્ણયને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ત્યારથી સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની લાખો નિયોજિત શિક્ષકો રાહ જોઈ રહ્યાં હતા.

READ  અમદાવાદ: સાબરમતી અચેર સ્મશાન નજીક ઝૂંપડાઓમાં લાગી આગ, 100થી વધુ ઝૂંડપાઓ બળીને ખાખ

આ પણ વાંચો: અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થી કમિટીને સુપ્રીમ કોર્ટે 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

બિહારના 3 લાખ 50 હજાર શિક્ષકોએ સમાન કામ માટે સમાન વેતનની માંગને લઈને નિયોજિત શિક્ષક લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય સુરક્ષિત કર્યા પહેલા અરજી પર સુનાવણી કરી હતી.

શિક્ષક સંઘના અધિવક્તાએ કહ્યું કે પટના હાઈકોર્ટે સમાન કામ-સમાન વેતનના પક્ષમાં સાચ્ચો નિર્ણય આપ્યો છે. સરકાર નિર્ણયને લાગૂ નહી કરીને નિયોજિત શિક્ષકોને હેરાન કરી રહી છે. શિક્ષક સંઘ તરફથી કોર્ટમાં કહ્યું કે સમાન કામ માટે સમાન વેતન નિયોજિત શિક્ષકોનો મૌલિક અધિકાર છે.

READ  અજબ કિસ્સો! જાણો સરકારી ઓફિસમાં લોકો 'મુર્ગા' બનીને કેમ બેસી ગયા?

 

Oops, something went wrong.
FB Comments