શાહીનબાગ પ્રદર્શન મામલે દિલ્હી પોલીસને કોર્ટે આપ્યો આ નિર્દેશ, જાણો વિગત

application-filed-supreme-court-shaheen-bagh-protest shaheen bagh ane supreme ma arji dakhal
દિલ્હીમાં શાહીનબાગ ખાતે સતત 40 દિવસથી વધારે પ્રદર્શન ચાલી રહ્યું છે. લોકો મુખ્યમાર્ગો પર પ્રદર્શન કરી રહ્યાં હોવાથી વાહનોને તે રસ્તાઓ પર જઈ શકતા નથી અને તેના લીધે લાંબો ટ્રાફિકજામ અન્ય માર્ગો પર થવા લાગ્યો છે. આ ઘટનાને લઈને સુપ્રીમકોર્ટમાં વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. મંગળવારના રોજ કોર્ટે અરજીકર્તાઓની આ અરજીઓને સાંભળી પણ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ અરજીઓની સુનાવણી કરતાં કોર્ટે દિલ્હી પોલીસને દિશા-નિર્દેશ આપ્યો કે શાહીનબાગ-કાલિંદી કુંજ રોડ પર થઈ રહેલાં વિરોધ પ્રદર્શનના આયોજકો, રાજનેતાઓ અને સમર્થકો પર નજર રાખવામાં આવે. આ સિવાય અદાલતે કહ્યું કે ખાસ કરીને જે ભાષણ થઈ રહ્યાં છે તેની પર નજર રાખવામાં આવે જેનાથી લોકો ઉશ્કેરાઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: અમદાવાદમાં વાલીઓએ DPS બહાર નાખ્યા ધામા, શાળા બહાર જ વાલીઓ કરશે રાતવાસો

 

 
સોમવારના રોજ સીએએ બાબતે પણ 6 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જો કે આ અરજીઓ અંગે વધુ સુનાવણી પછી કરવામાં આવશે તેવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. શાહીનબાગને લઈને અરજીમાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં 40 દિવસથી મહિલાઓ દિવસ રાત પ્રદર્શન કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દિલ્હી: કોરોના વાયરસને લઈ IPL મેચ રમાશે નહીં, સરકારે તમામ સેમિનાર રદ કર્યા

Oops, something went wrong.
FB Comments