સુપ્રીમ કોર્ટમાં આજે થશે નાગરિકતા સુધારા કાયદા પર મહત્વની સુનાવણી

supreme court to hear 144 pleas on citizenship amendment act today SC ma aaje thase CAA par sunavani

CAA મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે. આ કેસમાં 140 અરજી કરાઈ છે, જેમાંથી મોટાભાગની અરજીઓ કાયદાના વિરોધમાં છે. જ્યારે કેટલીક અરજીઓ કાયદાના સમર્થનમાં છે. આ સિવાય કેટલીક અરજીઓમાં NPR એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને પણ પડકાર ફેંકાયો છે. વિરોધમાં દાખલ કરાયેલી અરજીઓમાં CAAને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો શા માટે મોદી સરકાર 2.0ના આ બીજા બજેટ પર દેશ અને દુનિયાની છે નજર

CAAમાં મોદી સરકારે બદલાવ કરીને હિન્દુ, શિખ, ઈસાઈ, બૌદ્ધ અને પારસી ધર્મના લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે. સંશોધિત કાયદા પ્રમાણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શિખ, ઈસાઈ, બૌદ્ધ અને પારસી ધર્મના શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે. પરંતુ ધર્મની આ યાદીમાં મુસ્લિમ સમુદાયને સામેલ કરવામાં નથી આવ્યા.

READ  VIDEO: વડોદરાના હાથીખાનામાં પથ્થરમારાની ઘટનામાં પોલીસે વધુ 8 આરોપીની હથીયારો સાથે કરી ધરપકડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં કહેવાયું છે કે ભારતના કાયદામાં ધર્મના આધારે ભેદભાવ ન કરી શકાય. એટલા માટે આ કાયદાને રદ કરીને તેમાં મુસ્લિમ સમુદાયને પણ સામેલ કરવામાં આવે, સાથે જ અનેક બીજા દેશોમાં પણ લોકો યાતનાગ્રસ્ત છે. તેમને પણ ભારતમાં જગ્યા મળવી જોઈએ.

READ  VIDEO: રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની થશે શરૂઆત, પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાનું આ નિવેદન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments