સુરતના માંડવીમાં ફરી જોવા મળ્યો દીપડાનો આતંક, 11 વર્ષના બાળક પર દીપડાએ કર્યો હુમલો

Surat 11-years old kid attacked by leopard in Mandvi, forest team on toes surat na mandvi ma fari jova malyo dipda no aatank 11 years na balak par dipda e karyo humlo

સુરતના માંડવીમાં ફરી જોવા મળ્યો દીપડાનો આતંક. એક માસૂમ બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. માંડવીના વદેશિયા ગામની આ ઘટના છે. જ્યાં ધસી આવેલા દીપડાએ 11 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. બાળકના માથાના ભાગે ઈજા પહોંચી છે. જેથી તેને અરેઠની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો છે.

 

આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં એક દિવસ પહેલા જ એક દીપડો પાંજરે પૂરાયો હતો. ગ્રામજનોને હતું કે હવે દીપડો નહીં આવે. જેથી તેમને રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ગત રાત્રે ગામમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. આ સમય દરમિયાન બાળમિત્રો સાથે તાપણું કરી રહેલો રોનક ઘરે મોબાઈલ લેવા ગયો હતો. તે મોબાઈલ લઈને પરત ફરતો હતો તે દરમિયાન જ દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો. જો કે રોનકે બૂમાબૂમ કરતા ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા અને દીપડો નાસી છૂટ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Ahmedabad : Hathijan to Vivekanandnagar road submerged, transportation affected - Tv9

ત્યારે બીજી તરફ ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દીપડાની શોધખોળ હાથ ધરી હતી. આજે પણ વનવિભાગની જુદી જુદી ટીમો દીપડાને શોધવા કામે લાગી છે. દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી આ દીપડો પાંજરે પૂરાયો નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શું મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર મુસ્લિમોને આપવા જઈ રહી છે 5 ટકા અનામત?

 

 

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ પાતાલ ગામમાં માનવભક્ષી દીપડીએ 5 વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે પાંજરે પૂરાઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ પણ દીપડાની દહેશત ચાલું જ છે. જેથી ગ્રામજનો પોતાને સુરક્ષિત નથી માની રહ્યા. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો હવે તેમને દીપડો જોવા મળશે તો તેઓ હત્યા કરી નાખશે અને તેના માટે તેઓ જવાબદાર નહીં ગણાય.

READ  VIDEO: વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી L&T કંપનીની ઈમારતનો કાટમાળ ધરાશાયી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments