જુઓ VIDEO:સુરતમાં ફાયર સેફટી મુદ્દે ફાયર બ્રિગેડ ટીમની મોટી કાર્યવાહી

સુરતમાં ફાયર બ્રિગેડની ટીમે વહેલી સવારે જ સપાટો બોલાવ્યો હતો અને શહેરના અલગ અલગ ઝોનમાં આવેલા 16 કોમર્શિયલ કોમ્પલેક્ષ સીલ કરી દીધા હતા. સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવને ધ્યાને લઈને ફાયર વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

 

જેમાં થોડા દિવસ અગાઉ 16 એવા કોમ્પલેક્ષને નોટિસ પાઠવવામાં આવી હતી, જ્યાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહોતી. જોકે નોટિસ બાદ પણ કોઈ પગલા ન લેવાતા આજે વહેલી સવારે આ તમામ કોમ્પલેક્ષ સીલ કરી દેવામાં આવ્યા છે. સીલ કરેલા આ 16 કોમ્પલેક્ષમાં અંદાજે 1600થી વધુ દુકાનો આવેલી છે.

READ  Banaskantha : 'SELFIE' with dead sloth bear ; Deputy police superintendent to probe - Tv9

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન સરહદ પર એર ડિફેન્સ સિસ્ટમ કરાશે તૈનાત, જુઓ VIDEO

FB Comments