સુરતના 261 નવયુગલો પોતાના સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત, સાદાઈથી લગ્ન કરીને ચાંદલાના રુપિયા મોકલાવશે શહીદોના પરિવારને

જમ્મુ-કાશ્મીરના પુલવામા થયેલાં આતંકવાદી હુમલાને લઈને સુરતમાં એક સમૂહલગ્નન સાદાઈથી કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં જે પણ ચાંદલાના રુપિયા જમા થશે તે શહીદોના પરિવાર માટે મોકલવામાં આવશે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા દેશના અત્યાર સુધીના સૌથી મોટા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા છે. ત્યારે દેશભરમાં તેનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓને તેમના જ પ્રમાણે જડબાતોડ જવાબ આપવામા આવે તેવી માંગ ઉઠી રહી છે.  સુરત પણ આ હુમલાથી શોકગ્રસ્ત છે. આ સમયે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા રવિવારે અબ્રામા રોડ પર યોજાનારા 261 નવયુગલોના સમૂહલગ્ન દેશને સમર્પિત રહેશે.

 

READ  VIDEO: દુબઈમાં અનરાધાર વરસાદ ખાબક્યો, એરપોર્ટના રન-વેની આસપાસ નહેર જેવા દ્રશ્યો સર્જાયા

 

આ સમૂહલગ્ન સાદાઈથી ઉજવવામાં આવશે. સમૂહલગ્નની વિધિ પહેલા શહીદોને મૌન ભાવાંજલી આપવામાં આવશે અને સમુહલગ્નમાં જે પણ કંઈ ચાંદલો સંસ્થાને મળશે તે તમામ શહીદ પરિવારોને આપવામાં આવશે.

[yop_poll id=1448]

Top News Stories From Mumbai: 25/1/2020| TV9News

FB Comments