સુરતમાં ત્રણ વર્ષ પહેલાં જ સ્કૂલની માન્યતા રદ કરી દેવાઈ હતી તો પણ પ્રવેશ આપીને વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મૂક્યું

સુરતના રાંદેર વિસ્તારમાં એક શાળાની માન્યતા રદ થઈ છે અને છતાંપણ તે શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આમ માન્યતા વગર શાળા પ્રવેશ આપીને વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મૂકી રહી છે.

સુરતના રાંદેર તાડવાડી પાસે આવેલી પ્રભાત તારા સ્કુલની માન્યતા 2016માં રદ કરી દેવામાં આવી હતી. તેમ છતાં સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય દ્વારા સ્કુલ ચાલુ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને શાળામાં આર્થિક લાભ માટે પ્રવેશ આપવામાં આવતો હતો. એટલું જ નહી બાળકોને અન્ય શાળામાં પરીક્ષાઓ પણ અપાવવામાં આવતી હતી. આ સમગ્ર મામલે આખરે ડી.ઈ.ઓ.ને જાણ થતા કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં રાંદેર પોલીસ મથકમાં મા દુર્ગા ટ્રસ્ટના ટ્રસ્ટી મંજુબેન સુર્યદેવ સિંઘ,  પ્રમુખઅંકિત સુર્યદેવ સિંઘ તથા સ્કૂલના આચાર્યા  ચૌધરી રીટાબેન ઠાકોરભાઇ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ તમામ લોકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

 શાળા સંચાલક અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાતા વાલીઓને પોતાના બાળકના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. વાલીઓને તો શાળાની માન્યતા રદ થઈ ગઈ હોય તે બાબતની કોઈ પણ પ્રકારની જાણ સુધ્ધા નથી. જેથી માન્યતા રદ થઈ હોવા છતાં શાળા સંચાલક અને આચાર્ય દ્વારા વાલીઓને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા. શાળામાં જુનિયર કે.જી.થી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. જેમાં 500થી પણ વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે હવે શાળા સંચાલક અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાઇ ચુકી છે અને માન્યતા પણ રદ થઈ ચૂકી છે. ત્યારે વિધાર્થીઓના ભવિષ્ય સામે પણ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. એક તરફ પરીક્ષાઓ નજીક છે અને શાળા સામે કાર્યવાહી વાલીઓની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાના મંદિરમાં જ વિદ્યાર્થીઓ સાથે આટલી મોટી ઠગાઈ થતા સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાંદેર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

READ  VIDEO: ભરૂચમાં નર્મદા નદીમાં પૂર, ભયજનક જળસપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે

[yop_poll id=1639]

Kutch: Indian Army organises arms and ammunition exhibition ahead of Republic Day| TV9News

FB Comments