સુરતના એક આર્ટિસ્ટે વડાપ્રધાન મોદીની પેન્સિલની અણી પર બનાવી મુખાકૃતિ, જુઓ PHOTOS

આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદ અને પદ બંનેમાં મોટા છે તેવું કહી શકાય પણ સુરતના એક મિનીએચર આર્ટિસ્ટએ પીએમ મોદીનું કદ નાનું કરી નાખ્યું છે. વાસ્તવમાં આ આર્ટિસ્ટએ ફક્ત 17 એમએમના ક્રેયોન કલર પર પીએમ મોદીની મુખાકૃતિને ખૂબ ચિવટતાથી કંડારી છે.

મિનીએચર આર્ટિસ્ટ પવન શર્મા આ પહેલા પણ પેન્સિલની અણી પર દેશને લગતા 130 આર્ટ બનાવી ચુક્યા છે પણ તેઓ મોદી ફેન છે. જેથી તેમને પીએમ મોદીની મુખાકૃતિ બનાવવાનો વિચાર આવ્યો. 17 એમએમના સિલ્વર રંગના ક્રેયોન પર મોદીની છબી બનાવ્યા બાદ તેઓ હવે 5 એમએમની પેન્સિલની અણી પર પણ પીએમ મોદીની કૃતિ તૈયાર કરી રહ્યા છે.

READ  સુરત મેયરે પોતાનો જન્મદિવસ સફાઈ કર્મચારીઓ સાથે ઉજવીને લોકોના દિલ જીતી લીધા

પવન શર્મા પોતે આર્ટિસ્ટ હોવાથી વડાપ્રધાન મોદીને પોતાની આર્ટમાં તેમણે સમાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ ભારતના પ્રધાનમંત્રીને એક નાના કદના કરીને તેનું કલાત્મક આલેખન પવન શર્માએ પોતાની કલા દ્વારા કર્યું છે.

 

 

 

Oops, something went wrong.
FB Comments