બિટકોઈન કેસમાં ચોંકાવનારા ખુલાસા: નિશાએ કહ્યું મારો દૂરુપયોગ કરાયો અને મને ફસાવવામાં આવી છે, જુઓ VIDEO

રાજ્યના સૌથી મોટા બિટકોઈન કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ખુલાસા આરોપી શૈલેષ ભટ્ટની સાળીએ કર્યા છે. તેનો આક્ષેપ છે કે વારંવાર તેને ધમકી આપવામાં આવતી હોવાથી હવે તે મીડિયા સમક્ષ આવી છે. અગાઉ પણ આરોપીઓની ધમકીથી તેણે આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાનો દાવો છે કે, તે પોતાના પર્સનલ કામથી દુબઈ ગઈ ત્યારે શૈલેષે તેને મોબાઈલ આપ્યો હતો અને દુબઈમાં વિજય પટેલ મારફતે જયેશ પટેલના નામના શખ્સનો સંપર્ક થયો હતો. તેમણે શૈલેષ પટેલે નિશાને આપેલો ફોન લઈ લીધો હતો. જેની અંદર બિટકોઈન હોવાની તેને જાણ નહોતી. જોકે બાદમાં તેને જાણ થઈ હતી કે તેને ષડયંત્રનો ભાગ બનાવવામાં આવી રહી છે. જ્યારે શૈલેષ ભટ્ટ આરોપી હોવાની તેને જાણ થઈ ત્યારે તેની સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો. તેણે એ વાતની પણ કબૂલાત કરી કે 6 મહિના પહેલા જ્યારે વાત થઈ ત્યારે ત્યારે શૈલેષ દિલ્લી હોવાનું જાણવા મળ્યું હતું. તેણે દાવો કર્યો કે મોબાઈલ જ તે નિર્દોષ હોવાનો પુરાવો છે મોબાઈલમાં 699 બીટકોઈન હતા.

READ  VIDEO: ઓક્ટોબર મહિનાની આ તારીખ પછી રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે: હવામાન વિભાગ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Dawood Ibrahim plotted social unrest to maim Modi government, claims NIA - Tv9

 

[yop_poll id=”1″]

FB Comments