સુરતમાં ખુલ્લેઆમ ફાયરિંગ! ફાયરિંગની ઘટનામાં નિર્દોષ યુવાનની હત્યા, જુઓ VIDEO

સુરતમાં થયું છે ખુલ્લેઆમ ફાયરિંગ. ફાયરિંગની આ ઘટના સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામે બની છે. ગામના મુખ્ય રસ્તા પર 2 બુટલેગર વચ્ચે અંગત અદાવતમાં ફાયરિંગ થયું હતું. બંને બુટલેગરો વચ્ચે 2 દિવસ અગાઉ ઝગડો થયો હતો. જેમાં એક બુટલેગરે તેના સાગરીતોને બોલાવી બીજા બુટલેગર પર ફાયરિંગ કર્યું હતું. અંદાજે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતા બુટલેગરના શરીર પર 3 ગોળી વાગી હતી. આ બનાવ દરમિયાન એક નિર્દોષ યુવાન ઘટના સ્થળેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ફાયરિંગમાં તેને છાતીના ભાગે ગોળી વાગતા તેની હત્યા થઈ હતી. બીજી તરફ તમામ ઘાયલોને કડોદરા નજીક આવેલી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.

READ  સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક સપાટી પર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ APMCમાં પેડી(ચોખા) ના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતવાસીઓ આજથી રહો સાવધાન! ભારે પડશે નિયમ ભંગ, જુઓ VIDEO

 

FB Comments