એક સમયે GSTને લઈને મોદી સરકારનો વિરોધ કરનારા સુરતના વેપારીઓ હવે શા માટે તેમનું સમર્થન કરી રહ્યા છે?

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય તેમ તેમ હવે રાજકારણ ગરમાતુ જાય છે. રાજકીય પક્ષોના પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયા છે. ત્યારે બીજી તરફ લોકોમાં પણ એ ચર્ચા તેજ બની છે કે 2019માં સરકાર કોની બનશે ?

જોકે સુરતના કાપડ માર્કેટમાં તો મોદી ફીવર જ જોવા મળી રહ્યો છે. સુરતના મિલેનિયમ માર્કેટમાં કાપડની એક દુકાનમાં કામ કરતા માર્કેટના વેપારીથી લઈને કારીગરો,હિસાબ કિતાબ સંભાળતા એકાઉન્ટન્ટ તમામે તમામ મોદી અગેઇનની ટી-શર્ટ પહેરીને કામ કરી રહ્યા છે. આ સુરતનું એ જ કાપડ માર્કેટ છે જ્યાં GST લાગુ થયા બાદ વેપારીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. GSTને ગબ્બર સિંગ ટેક્સ ગણાવીને આ કાયદાને કાળો કાયદો કહી તેને નાબૂદ કરવા માંગ કરી હતી.

 

READ  કોરોનાની દહેશત વચ્ચે સારા સમાચાર, સુરતમાં કોરોનાનો દર્દી થયો સાજો

જ્યારે આજના માહોલની વાત કરીએ તો હવે ચિત્ર બદલાયું છે. GSTનો વિરોધ કરનારા વેપારીઓ જ હવે સ્વીકારી રહ્યા છે કે GST આવ્યા બાદ વેપાર હવે સિસ્ટમમાં થઈ રહ્યો છે. GSTનો વિરોધ કરનારા સુરતના કાપડ માર્કેટમાં હવે મોદી ફીવર જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીના ફોટાવાળી ડિજિટલ પ્રિન્ટની સાડી,પાર્સલ પટ્ટી પર નમો અગેઇન,બિલ બુક પર વડાપ્રધાન મોદીના ફોટા સહિત જાતે જ વેપારીઓએ PMનું કેમ્પઈન કર્યુ હતું.

READ  Vadodara : Robbers loot Nisarg technology College after tying up guards; flee with cash- Tv9

ત્યારે હવે આ માર્કેટના વેપારીઓએ મોદી અગેઇનની ટી-શર્ટ પહેરીને કામ શરૂ કર્યુ છે. માર્કેટમાં નમોની ટી-શર્ટ પહેરીને કામ કરતા વેપારીઓ અને કારીગરોનું કહેવું છે કે દેશના વડાપ્રધાન દેશ માટે 18 કલાક કામ કરે છે. ત્યારે તેમના ફોટા વાળી ટી-શર્ટ પહેરીને તેમને પણ તેમની જેમ કામ કરવાની એનર્જી અને જુસ્સો મળી રહે છે.

READ  VIDEO: ખેડૂતો અને વેપારીઓ માટે સારા સમાચાર! સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડનો મોટો નિર્ણય

 

Oops, something went wrong.
FB Comments