સુરતમાં તસ્કરો બન્યા બેફામ, અલગ અલગ 6 ઘરનાં તાળા તોડી ચોરી કરવાની ઘટના થઈ CCTVમાં કેદ

સુરત શહેરના સારોલી વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો તસ્કોરોની આ ગેંગે એકી સાથે અલગ અલગ 6 ઘરોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. 

સ્માર્ટ સીટી છેલ્લાં કેટલાક દિવસથી ક્રાઇમ સિટીની ઓળખ ઉભી કરી દીધી છે. તેની પાછળ સહયોગ રહ્યો હોય તો સુરતમાં તસ્કરો અને મોબાઈલ લૂંટતી ગેંગ સાથો સાથ સુરત પોલીસની નિષ્ક્રિયતા લઈને પગલે આ નામ થયું હોય તેવું લાગે છે.ત્યાં સુરતના સારોલી વિસ્તારમાં એક તસ્કર ગેંગનો આતંક સામે આવ્યો છે. પાંચથી છ લોકોએ ગેંગ બનાવી સારોલી વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અંદાજીત છ ઘરોમાં ચોરી થઇ હોવાની માહિતી મળી છે. જે પૈકી એક NRIના ઘરમાંથી તસ્કરો સોના-ચાંદીના ઘરેણાં અને વિદેશી કરન્સીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. 

એક બાજુ પોલીસને નાકે દમ કરતી મોબાઈલ ફોન લૂંટતી ગેંગ ત્રાસ વધી રહ્યો છે. દરરોજના બે ગુના નોંધાઈ છે ત્યાં સારોલી ગામમાં ચોરી કરતી ગેંગ નજીકમાં લાગેલ CCTVમાં કેદ થઈ થયા છે. જેમાં આ ગેંગ રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે ચડ્યા. સીસીટીવીમાં જોઈએ તો ગેંગના લોકો અડધા લોકો ઘર બહાર રેકી કરે છે તો બીજા લોકો ઘરની અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપે છે. હાલ સમગ્ર મામલે પુણા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સુરત શહેરને આ બનાવોથી બચાવવું તે હવે સુરત પોલીસ માટે એક ચેલેન્જ બની ગઈ છે.

[yop_poll id=1635]

Ahmedabad: Fight between 2 youths over old rivalry in Ramol, 1 dead- Tv9

FB Comments

Baldev Suthar

Read Previous

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીની વેબસાઈટ પર એવું તે શું લખાયું કે કોંગ્રેસની ઉડવા લાગી મજાક ?

Read Next

પાકિસ્તાન પૂર્વ રાષ્ટ્રપતિનું નિવેદન, ઇમરાન ખાન અનુભવહીન નેતા છે અને તેમના એક પણ આંતરરાષ્ટ્રીય મિત્ર નથી

WhatsApp chat