સુરતમાં થઈ સાઉથના ફિલ્મો જેવી મારામારી, બે જૂથોની લડાઈમાં જાહેરમાં તલવારો ઉડી

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જોવા મળી રહી છે.ત્યાં સુરતના ભટાર વિસ્તારમાં ધોળા દિવસે કેટલાક લોકો પર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.  

ઓટો રીક્ષામાં આવેલા ત્રણ જેટલા શખ્સો દ્વારા હુમલો કરાતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ખાનગી હોસ્પિટલમાંમાં લઇ જવામાં આવ્યા હતા.  ઘટના બનતાની સાથે ખટોદરા પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે ઉપરાંત હુમલા પાછળનું કારણ જમીન અદાવત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

 

સુરતના ખટોદરા સ્થિત અલથાણ રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટી નજીક ધોળા દિવસે જીવલેણ હુમલાની આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કૃષ્ણનગર સોસાયટીના નાકે આવેલી મોમાઈ ડેરી પર ત્રણ જેટલા લોકો બપોરના સમય દરમિયાન બેઠા હતા. ઓટો રીક્ષામાં આવેલા અજાણ્યા ઈસમોએ દુકાન પર બેઠેલા ત્રણે લોકો પર લાકડાના ફટકા અને તલવાર વડે હુમલો કરી દીધો હતો. હુમલાની ઘટના જોઈ મહિલાઓ પણ ત્યાં દોડી આવી હતી. જ્યાં મધ્યસ્થી કરવા વચ્ચે પડેલી મહિલાઓ પર પણ હુમલો કરતા સામાન્ય ઇજા પહોંચી હતી. ઘટના બાદ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણકારી ખટોદરા પોલીસને મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત તમામને તાત્કાલિક સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  હુમલાની આ ઘટના ડેરી પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં ફૂટેજને જોતા હુમલાખોરો તલવાર અને લાકડાના ફટકા લઈ ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરતા કેદ થયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે લઇ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

[yop_poll id=1641]

ISRO successfully launches earth observation satellite RISAT-2B - Tv9

FB Comments

Baldev Suthar

Read Previous

મુશર્રફ પણ બોલ્યા ઇમરાનની ભાષા,’પાકિસ્તાન પર હુમલો કર્યો તો તે પીએમ મોદીના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે’

Read Next

ઐતિહાસિક કહાનીઓ પર આધારિત વેબ સિરિઝ ‘મહારાજા છત્રસાલ’ નો ફર્સ્ટ લુક આવ્યો સામે

WhatsApp chat