મહાનગર પાલિકા હોય તો સુરત જેવી, 55 જેટલી બિલ્ડિંગ પર આવશે મફતની વીજળી, બચશે જનતાના અરબો રૂપિયા

Surat Municipal Corporation

2022 સુધીમાં દેશને રિન્યુએબલ એટલે કે પુન: પ્રાપ્ત થઈ શકે તેવા ઉર્જા સ્ત્રોતો તરફ વળવાનો મોદીએ અનુરોધ કર્યો હતોખાસ કરીને સૌર ઉર્જાનો મહત્વનો સ્ત્રોત હોય ત્યારે ઉર્જા તરફ વળવા ખાસ અપીલ કરી હતી.  સુરત મનપાએ આ બીડું ઝડપી લીધું છેકોર્પોરેશનની 55 જેટલી બિલ્ડિંગ પર સોલાર રૂફ ટોપ પ્લાન્ટ બેસાડીને વીજ બચત શરૂ કરી છેખાસ મહત્વની વાત એ છે કે શહેરની જનતાને પુરો પાડવામાં આવતા પુરવઠામાં જેટલી વિજળી વપરાતી હતી તે બચાવીને સૌર ઉર્જાની મદદથી પહોંચાડવામાં આવી રહી છેઆવું કરનારી સુરત મનપા દેશની પ્રથમ મહાનગરપાલિકા છે

અત્યાર સુધી GEDના પાવર સપ્લાયની મદદ લેવામાં આવતી, જે માટે યુનિટ દીઠ પાલિકાને 6.50 રૂપિયા ચુકવવા પડતા હતાસોલાર ઉર્જાના ઉપયોગથી હવે ખર્ચ અડધો થઈ ગયો છે જેથી વીજ બીલમાં મોટી બચત કરવામાં આવી રહી છેસુરતમાં તમામ જળ વિતરણ મથક પર સોલાર રુફ ટોપ પ્લાન્ટ બેસાડાયા છે જેના દ્વારા વાર્ષિક 53 લાખ યુનિટ મેળવી રહી છેઆવનારા દિવસોમાં સોલરથી વિજળી મેળવીને વીજ બચત કરનારી સુરત મનપા દેશને નવી દિશા ચિંધશે.
હાલ સુરતમાં તમામ જળવિતરણ મથકો પર સોલાર રુફટોપ પ્લાન્ટ બેસાડવામાં આવ્યા છે..જેના થકી પાલિકા વાર્ષિક 53 લાખ યુનિટ મેળવી રહી છે. સુરત મનપાએ જળવિતરણની પુરી વ્યવસ્થા સોલાર આધારિત જ કરી દીધી છે. જેમાં તાપી નદીમાંથી પાણી લેવું તેને પ્યોરીફાય કરી ટ્રાન્સમિશન કરીને લોકોના ઘર સુધી પહોંચાડવાનો સમાવેશ થાય છે. કુલ 6 મેગાવોટના પ્લાન્ટમાંથી 4 મેગાવોટ પ્લાન્ટ પાણી સપ્લાય માટે કાર્યરત છે.
[yop_poll id=1003]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
Oops, something went wrong.
FB Comments
READ  Amreli: SP caught 5 policemen while enjoying liquor party, suspended